Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

પાટડી, સુરેન્દ્રનગર, લીંબડી,ધ્રાંગ્રધા, ચોટીલા નગરપાલિકામાં ભગવો લહેરાયો...

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૩ : સુરેન્દ્રનગર જિલ્લા દુધરેજ વઢવાણ સંયુકત નગરપાલિકા ઉપરાંત જિલ્લાની પાંચ નગરપાલિકાઓના પરિણામોમાં નગરપાલિકા ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે કોંગ્રેસની કારમી હાર થવા પામી છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર   દુધરેજ વઢવાણ નગરપાલિકા માં કોંગ્રેસને ફકત સમ ખાવા એક બેઠક મળી છે બીજી તરફ ધાંગધ્રા લીમડી ચોટીલા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે બીજી તરફ ચોટીલા ની કુલ ૨૪ બેઠકો ઉપર ભાજપે ૨૨ બેઠકો કબજે કરી છે.

  દુધરેજ વઢવાણ નગરપાલિકાના કોંગ્રેસના શહેર  પ્રમુખ અને પૂર્વ શહેર પ્રમુખ બંનેની હાર થવા પામી છે આ ઉપરાંત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ કે જે અનેક વર્ષોથી નગરપાલિકામાં જીતતા આવતા તેમની પણ હાર થવા પામી છે.

 સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુકત નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી જાહેર થઈ ચૂકી છે નગરપાલિકા ફરી એક વખત ભાજપની નગરપાલિકા બની છે ભાજપે પોતાની સત્તા જાળવી રાખી છે ત્યારે કોંગ્રેસે ફકત પરિવર્તનની વાત લોકો સુધી મૂકી હતી પરંતુ પરિવર્તન લાવવામાં કોંગ્રેસ અસમર્થ છે બીજી તરફ જિલ્લાની પાંચ નગરપાલિકાઓમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે જિલ્લાના હાઈવે રોડ રસ્તાઓ અને શેરી ગલીઓમાં ભાજપના જીતેલા ઉમેદવારો રોડ શો કરી રહ્યા છે.

સુરેન્દ્રનગરની ૧૦ તાલુકા પંચાયતની ૧૮૨ બેઠકોમાંથી ભાજપને ૧૩૩ અને કોંગ્રેસને ૪૧ બેઠક મળી

 જીલ્લા પંચાયતની ૩૪ બેઠકો પૈકી ભાજપના ૨૯ ઉમેદવારોનો વિજય થયો હતો જ્યારે કોંગ્રેસના ૫ ઉમેદવારોન જીત થઈ હતી જીલ્લા પંચાયતના વિજેતા ઉમેદવારોમાં (૧) આરતીબેન દાવડા-બજાણા૧-ભાજપ (૨) જશુબેન રોજાસરા-ચુડા૧-ભાજપ (૩) જશુભાઈ સોલંકી -ચુડા૨-ભાજપ (૪) શેતલબેન સાપરા-ધાંધલપુર-કોંગ્રેસ (૫) ધીરૂભાઈ ઓળકિયા-ઢોકળવા ૫-ભાજપ (૬) વિક્રમસિંહ સોલંકી-ગુજરવદી૬-ભાજપ (૭) મંછીબેન ઈલોરીયા-ખારાઘોડા-કોંગ્રેસ (૮) અમથુભાઈ કમેજળીયા-ખોડુ-ભાજપ (૯) ઉમાબા ઝાલા-કોંઢ-ભાજપ (બિનહરીફ) (૧૦) નંદુબેન વાઘેલા-લખતર-ભાજપ (૧૧) છત્રસિંહ ગુંજારીયા-માલવણ-ભાજપ (૧૨) મંગુબેન ડાભી-મેમકા-ભાજપ (૧૩) ઈલાબેન સંઘાણી-મોટી મોલડી-ભાજપ (૧૪) હંસાબા પરમાર-મુળી-ભાજપ (૧૫) કલ્પનાબેન ધોરીયા-નાગડકા-કોંગ્રેસ (૧૬) કૈલાશબેન કમેજળીયા-પાણશીણા-ભાજપ (૧૭) વિરાભાઈ મેટાળીયા-પીપરાળી-કોંગ્રેસ (૧૮) ભુપતભાઈ બાવળીયા-રાજપરા-ભાજપ (૧૯) મોહનલાલ ડોરીયા-રાજસીતાપુર-ભાજપ (૨૦) સવિતાબેન ચૌહાણ-રળોલ-ભાજપ (૨૧) બબુબેન પાંચાણી-રાણાગઢ-ભાજપ (૨૨) સજનબેન સારદીયા-સરા-ભાજપ (૨૩) હરિકૃષ્ણભાઈ પટેલ-સરલા-ભાજપ (૨૪) દિવ્યાબેન પરમાર-સવલાસ-ભાજપ (૨૫) નરેન્દ્રભાઈ મુંજપરા-સાયલા-ભાજપ (૨૬) રમેશભાઈ સોયા-શિયાણી-ભાજપ (૨૭) મુળજીભાઈ પરાલીયા-સુદામડા-કોંગ્રેસ (૨૮) યુવરાજસિંહ પરમાર-ઉમરડા-ભાજપ બિનહરીફ (૨૯) બબીબેન સુરેલા-વણોદ-ભાજપ (૩૦) જયેશકુમાર ચાવડા-વસ્તડી-ભાજપ (૩૧) હંસાબેન ઝાલા-વીજળિયા-ભાજપ (૩૨) વસંતબેન મજેઠીયા-વિઠ્ઠલગઢ-ભાજપ (૩૩) ઉદયસિંહ ઝાલા-ઝીંઝુવાડા-ભાજપ (૩૪) સીતબા રાણા-ઝોબાળા-ભાજપ. આ ઉપરાંત ૧૦ તાલુકા પંચાયતમાં પણ ભાજપે જીત મેળવી હતી આમ ગ્રામ્ય વિસ્તારના મતદારોએ પણ ભાજપને મત આપી જંગી બહુમતીથી જીતાડયા હતાં જ્યારે કોંગ્રેસને હારનો સામનો કરવો પડયો હતો.

(12:00 pm IST)