Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ધોરાજીમાં રવિવારે ૫૦નો કિલો ગીરનો દેશી ગોળ તથા ૧૦ નું શાકભાજીના બિયારણનું પેકેટ

વિવિધ જાતના ફુલના રોપા, મધ, એલોવેરા જેલ, દેશી ઓસડિયાનું રાહતદરે વેચાણ

ધોરાજી,તા.અર્જુન સ્કૂલ બંબા ગેટ પાછળ વિવિધ પ્રકારના રોપાવો અને ફૂલ ના છોડ તેમજ તળાવ વૃક્ષોના રોપાનું તા. મીએ રવિવારે સવારે થી વિતરણ કરાશે. મધુમાલતી, નાગરવેલ, મરી, ટગર, મોગરો, ક્રોટોન, રસૂલીયા, ગાર્ડનીયા એક રોપા ના ૩૦ રૂ લેખે વિતરણ કરાશે.

વિવિધ જાત ના ફૂલછોડ, ગાય આધારિત વિવિધ ચીજવસ્તુઓ,મધ, હાથ બનાવટ ના પાપડ, એલોવેરા જેલ, ટમેટી મરચીના રોપા, પૂઠાના ચકલીઘર (રૂપિયા ), પ્લાસ્ટિક ના ચબુતરા (રૂપિયા ૧૦), દેસી ઓસડીયાસ્ટીવિયા પાવડર, સરગવાની સિંગ તથા પીળી પત્ત્ ડુંગળી રાહતદરથી વેચાણ કરાય છે.

મધ (પ્રવાહી સોનું) : મધના સેવન થી વજન દ્યટે છે, લીવર-કીડનીને ફાયદો થાય છે, ચરબી ઓછી કરે છે, કબજિયાત દુર થાય છે, સવારે નાસ્તા માં રોટલી સાથે ખાય શકાય. અહી માત્ર ૨૪૦ના કિલોના હિસાબે વેચાણ થાય છે.

ગ્રીન ટી, અર્જુન ટી, ગ્રીન કોફી, વિવિધ જાત ના સૂપ પાવડરો, કાશ્મીરી લસણ વગેરે રાહત દરે દેસી ઓસડિયા, રસાયણ ચૂર્ણ, અશ્વગંધા, પીપરી મૂળ, ગોખરુ, ગળો, ત્રિફળા વગેરે રાહત દરે એલોવેરા જેલ : અલોવેરા જયુસ, સપ્ત્ચુર્ણ, સરગવા અને દેસી બાવળનો પાવડર, ઇનહેલર, સાબુ, ગરમ પાણી કરવાની કોથળી, બોડી લોસન, તુલસી ના ટીપા, વાળ માટે નું તેલ અને સેમ્પું, લીલી મહેંદી, દાબેલ ચણા અને મગ, હળદર વાળા ગાંઠિયા, ખાખરા વગેરે રાહત દરે મળશે.

દેસી ઓસડિયાઃ વિવિધ જાતના દેસી ઓસડિયાઓ જે જાતે તૈયાર કરેલ છે અને રાહત દરે મળે છે.

શાકભાજીના બિયારણ : વિવિધ જાતના શાકભાજીના બિયારણ ના નાના પેકેટ ( પેકેટ ના રૂ ૧૦).

થાઈલેન્ડ મોગરા, લાલ ક્રોટોન, ડબલ ટગરી, વસૂલીયા, મધુમાલતી, જાસૂદ, લકી બાંબુ, એરિકા પામ, મરી, દેસી અને કાશ્મીરી ગુલાબ, લીંબુ, નાગરવેલ, મોગરો, રાતરાણી, વિકસતુલસી, બિજોરા, પંચવટિયા, ડ્રેસીના વગેરે રોપા રાહત દરે.

લીંબુ ( કિલો ના ૪૦ રૂ), ગીર ગાય ના દૂધનો માવો ( કિલો ના ૩૫૦ રૂ), ઓર્ગેનિક ટૂકળા ઘઉ (૨૦ કિલો ના ૬૦૦ રૂ), ચણા અને ધાણા

દેસી ગીરનો ઓર્ગેનિક ગોળ એક કિલોના ૫૦ રૂ લેખે બધું ખેડૂતો અને અન્ય લાભાર્થીઓ વેચવા આવે છે તેને સંસ્થા જગ્યા અને પ્રચારની વ્યવસ્થા વિનામૂલ્યે કરી આપે છે. સોસીયલ ડિસટન્સ નું પાલન અને માસ્ક ફરજીયાત છે.

વધુ વિગતો માટે શ્રી દિનેશભાઇ ચાવડા (મો. ૯૪૨૮૧૫૫૬૫૬) તથા  વી.ડી.બાલા પ્રમુખ, નવરંગ નેચર કલબ રાજકોટ (મો. ૯૪૨૭૫૬૩૮૯૮) સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(10:26 am IST)