Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

કોડીનાર તાલુકા પંચાયતની ૨૪ બેઠકોમાંથી ભાજપ -૧૫, કોંગ્રેસ -૮ અને અપક્ષ ૧

પાલિકા વોર્ડ નં. ૭ની પેટા ચૂંટણીમાં ભાજપ, જીલ્લા પંચાયતની ૪ બેઠક ભાજપ અને એક બેઠક કોંગ્રેસના ફાળે : પૂર્વ કોંગી ધારાસભ્યનાં ભત્રીજાની હાર

(કુલદિપ પાઠક દ્વારા)કોડીનાર તા.: કોડીનારમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપનો ભગવો લેહરાયો છે.ભાજપે કોડીનાર તાલુકા પંચાયત કબ્જે કરી.જીલ્લા પંચાયતની પણ ચાર બેઠકો કબ્જે કરી ભગવો લહેરાવતા કોંગ્રેસનાં સુપડા સાફ કર્યા હતા.

ગીર સોમનાથ જીલ્લા પંચાયતની કોડીનારમાં સીટ પૈકી ભાજપે બેઠકો મેળવી હતી જેમાં દેવળી સીટ ઉપર નીતાબેન દિલીપભાઈ મોરી,ડોળાસા સીટ ઉપર વાંઝા મણીબેન હમીરભાઈ,વડનગર સીટ ઉપર મજુંલાબેન હરીભાઈ જાદવ અને વેલણ સીટ ઉપર મોરાસિયા બાબુભાઇ પુનાભાઈએ ભવ્ય જીત મેળવી ભગવો લહેરાવ્યો હતો.જયારે આલીદર જીલ્લા પંચાયત બેઠક ઉપર કોંગ્રેસનાં નિમુબેન મહિપતસિંહ ડોડીયાએ જીત મેળવી કોંગ્રેસને કલીનશીપની નાલેશીથી ઉગારી હતી.

કોડીનાર તાલુકા પંચાયતની ૨૪ બેઠકો પૈકી ૧૫ માં ભાજપે વિજય મેળવ્યો હતો. જેમાં અરણેજમાં પઢીયાર લલિતાબેન હરિભાઈ,છાછરમાં હાસમભાઈ કાસમ ભાઈ સિદીબાદરાણી,દેવળીમાં બારડ દિપુભાઈ નારણભાઈ,ડોળાસામાં પરમાર જીતુભાઈ બચુભાઈ,કડવાસણમાં ડોડીયા ગીતાબેન પ્રતાપ ભાઈ,કાજમાં ઝાલા ભાવનાબેન હરિભાઇ, મિતયાજમાં વાઢેળ હેતલબેન રાજેશભાઈ, મૂળદ્વારકામાં વાજા રંભુબેન દેવશી ભાઈ,નગડલામાં રામ સરલાબેન દિનેશભાઇ,પણાદરમાં બારડ નીતાબેન નિલેશભાઈ, પાંચ પીપળવામાં સોસા પીઠા ભાઈ ભગવાન ભાઈ,પેઢાવાડા માં પરમાર મોતીબેન કાનાભાઈ, સરખડી માં રાઠોડ દિનેશભાઇ ગોવિંદભાઇ, સિંધાજમાં રાઠોડ નિમુબેન સુનિલભાઈ અને વેલણ - માં આંજણી નાનજીભાઈ શામજીભાઈએ ભવ્ય વિજય મેળવ્યો હતો.જયારે કોંગ્રેસે આલિદરમાં વંશ હીના બેન જશવંતભાઈ,છારામાં ચુડાસમા દક્ષા બેન અશ્વિનભાઈ, દેવલપુરમાં રાઠોડ રણજીતભાઈ રામભાઈ,ફાફણીમાં રામ મહેશભાઈ દેગણભાઈ,ઘાટવડમાં વાઢેળ નાગલબેન ડાયાભાઈ,કડોદરામાં મોરી શૈલેષભાઈ જગુભાઈ, સાંઢણીધારમાં વાળા રેખાબેન કાળાભાઈ અને વેલણ- માં વંશ ધીરુભાઈ વશરામભાઈએ વિજય મેળવ્યો હતો.તેમજ કોડીનાર નગરપાલિકા વોર્ડ નં. ની એક બેઠકની પેટા ચૂંટણી માં ભાજપ ના ઉમેદવાર નાથાભાઇ દુધાભાઈ બારડ નો ભવ્ય વિજય થતા ભાજપે બેઠક જાળવી રાખી હતી.

કોડીનાર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરસિંહભાઈ બારડના ભત્રીજા બારડ રણજીતસિંહ ભુપતભાઈની વેલણ જીલ્લા પંચાયતની સીટ ઉપર કારમી હાર થતા કોંગ્રેસની મોટી નાલેશી થઈ છે.

(10:20 am IST)