Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

સુરેન્દ્રનગર જિલ્લામાં બામણવા ખાદી ગ્રામોદ્યોગની મુલાકાત કરતા રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા

વણાટકામ- ખાદી ઉદ્યોગના વિકાસ માટે સરકાર કટિબધ્ધ છે:રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા

સુરેન્દ્રનગર જિલ્લાના બામણવા ખાતે આજ રોજ  સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ખાદી ગ્રામોદ્યોગભવન - પાટડીની મુલાકાત લીધી હતી. આ નિમિત્તે બામણવા ગ્રામ પંચાયત ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં વણાટકામ- ખાદીઉદ્યોગનાં મહત્વ વિશે વાત કરતા જણાવ્યું હતું કે વણાટકામ દ્વારા લોકો રોજગારી મેળવી રહ્યા છે. તેમણે લોકોને રોજગારલક્ષી વિવિધ યોજનાઓના લાભ લેવા અને અન્યોને પણ આ અંગે જાગરૂક કરવા અપીલ કરી હતી. ખેડૂતથી લઈને વણાટકામ કરતા તેમજ છેવાડાના દરેક માનવીના વિકાસ માટે સરકાર કટિબધ્ધ છે જણાવતા તેમણે ઉમેર્યું હતું કે સરકાર તેમની જરૂરિયાત સમજી સહાયરૂપ વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે ત્યારે  આ યોજનાનો લાભ લેવા માટે આગળ આવવું જોઈએ.કાર્યક્રમમાં પાટડી ધારાસભ્ય પી.કે પરમાર, નગરપાલિકા પ્રમુખ મૌલેશ પરીખ, તાલુકા વિકાસ અધિકારી દક્ષાબેન શાહ, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન  સહિતનાં સ્થાનિક આગેવાનો-અગ્રણીઓ, પ્રાંત અધિકારી ભાવનાબા ઝાલા સહિત સંબંધિત વિભાગનાં અધિકારીઓ/ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:30 am IST)