Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

છેલ્લા ૪ વર્ષ થી લાટી ગામની કોઈ પણ દિકરી ઘરે નથી પરણી

સુત્રાપાડા તાલુકાના લાટી ગામે આહીર સમાજનો સમૂહ લગ્ન યોજાયો

પ્રભાસ પાટણ: સુત્રાપાડા તાલુકાના લાટી ગામે આહીર સમાજનો ૪થા સમૂહ લગ્ન યોજાયો હતો જેમાં ૮ દિકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં એકજ સ્થળે ૮૦૦૦ લોકો એ પ્રસાદ રુપી જમણવાર માં ભાગ લીધો હતો લાટી ગામમાં ૪ વર્ષમાં કોઈએ દિકરા દિકરીના લગ્ન ઘરે નથી કરેલ બધા લોકો સમૂહમાં લગ્ન કરેછે. આ સમુહલગ્ન લાટી  ગામના લોકો દ્ધારા જાતે જ આયોજન કરવામાં આવે છે. લાટી ગામના આહીર સમાજના દરેક લોકો પુરેપુરો સહયોગ આપે છે. તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ તથા જગમાલભાઈ વાળા સરમણભાઈ સોલંકી પ્રમુખ તાલુકા પંચાયત વેરાવળ અમુભાઈ સોલંકી આહીર અગ્રણી રામસીભાઈ પંપાણીયા, પંકજભાઈ પંપાણીયા,જશુભાઈ સોલંકી તા.પં.સદસય ,મેરુભાઈ પંપાણીયા, બાદલભાઈ હુબંલ, અશોકભાઈ મારુ, સતીષભાઈ મકવાણા, જશુભાઈ વાઢેર ,મેણસીભાઈ સોલંકી, ભગવાનભાઈ સોલંકી, સુભાષ ભાઈ નાઘેરા સરપંચ હરણાસા બચુભાઈ નાઘેરા, ધાનાભાઈ નાઘેરા, બધા આહીર સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહેલ અને અને સમૂહ લગ્ન માં વ્યસન મુક્તિ તથા દરેક યુગલોને વૃક્ષો આપી પર્યાવરણ તથા સ્વસ્થતા ની નેમ લેવડાવેલ

(12:15 am IST)