Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

ભાવનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે સુમીટોમો એજ્યુ. કેર સેન્ટર દ્વારા ઇ લાઈબ્રેરીનો તા.16થી પ્રારંભ થશે

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગર માં સુમિટોમો એજયુ કેર સેન્ટર અને ઈલાયબ્રેરી સ્પર્ધાત્મક પરિક્ષા માટે સુમીટોમો એજયુ કેર સેન્ટર તથા ઈ લાયબ્રેરીનો પ્રારંભ થઈ રહ્યો છે.

 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ઉપયોગી થવા માટે તા . ૧૬-૨-૨૩થી થિયોસોફીકલ લોજ , રૂપાણી ખાતે થઈ રહયો છે.જેમાં વિવિધ સરકારી નોકરી માટે લેવાતી સ્પર્ધાત્મક પરિક્ષાઓને ધ્યાનમાં લઈને પુસ્તકો અને મેગેઝિન રાખવામાં આવશે તેમજ અસત્ અલગ ફેકલ્ટીઓ દ્વારા પરિક્ષાઓને ધ્યાનમાં રાખીને માર્ગદર્શન આપવામાં આવશે.જે વિદ્યાર્થીઓને આ સેન્ટરમાં પ્રવેશ મેળવવો હોય તેમણે વિવેકાનંદ રીચર્સ ટ્રેનીંગ ઈન્સ્ટીટયુટ ( વી.આર.ટી.આઈ, શિવશકિત હોલ થી આગળ સામેની બાજુએ ક્રેસન્ટ ) માંથી સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ અને બપોર ૩.૦૦ થી ૫.૦૦ દરમ્યાન પ્રવેશ ફોંમ મેળવી લેવાનાં રહેશે અને તા . ૧૦-૨ સુધીમાં ઉપરોકત દર્શાવેલ સમયે ફોર્મ ભરીને પરત આપી જવાનાં રહેશે.ત્યાર બાદ પ્રવેશ માટેના આઈકાર્ડ આપવામાં આવશે.આ લાયબ્રેરી , ઈ - લાયબ્રેરી તેમજ કોંચીગ કલાસની મેમ્બરશીપ ફી નિશુલ્ક રહેશે અને રીફન્ડેબલ ડિપોઝટી લેવામાં આવશે . ઈલાયબ્રેરી સ્થળઃ– થિયોસોફીકલ સોસાયટી લાયબ્રેરી , રૂપાણી સર્કલ ભાવનગર.

(9:02 pm IST)