Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

પ્રકૃતિની ગોદમાં ડુંગરોની વચ્ચે કોટીયા સ્થિત ગૌધામ ખાતે જીજ્ઞેશદાદાના વ્યાસાસ્થને ભાગવત કથાનું લહેરગિરિબાપુ દ્વારા ભવ્ય આયોજન

૨૪ કલાક હરિહર ની હાંકલો,બે રાત્રિ દરમિયાન ગુજરાતના ખ્યાતનામ કલાકારો કલા પીરસશે

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર: ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા તાલુકાના છેવાડે ગિરનારની ગિરિમાળાઓ વિસ્તરેલી છે તેવા પ્રકૃતિની ગોદમાં ડુંગરોને ખોદી જમીન સમતળ બનાવી સંત ખેરગીરિબાપુ દ્વારા અહી શિવ મંદિર સાથે ગૌશાળા બનાવાવમાં આવી છે. તેઓ જૂના અખાડા જૂનાગઢ ના ઠાનાપતી નો સંત સમુદાયમાં હોદ્દો ધરાવેછે.વર્ષો પહેલાં ૯ વાછરડી લાવીને ગૌવંશ તેમાંય ગીર અને દેશી ગાયો નો ઉછેર અને વિસ્તાર વધે તેમાટે કાર્યશીલ બાપુ થયા હતા.આ જગ્યાને શ્રી ગુરૂ દત્તાત્રેય આશ્રમ અને ગૌધામ તરીકે ઓળખવામાં આવે છે.
  સંત લહેરગિરિબાપુ અને સેવક સમુદાય દ્વારા આગામી તા.૧૪ ને મંગળવાર થી શ્રીમદ્ ભાગવત સપ્તાહ નો પ્રારંભ જીગ્નેશદાદાના વ્યસાસ્થાને થશે.જેના આયોજન માટે આજે તળાજાના દેવળીયાની ધારે આવેલ દત્તાત્રેય આશ્રમ ખાતે સર્વજ્ઞાતિની બેઠક મળી હતી. જેમાં પોથીયાત્રા તા.૧૪ ને મંગળવારે સવારે ૮ કલાકે દેવળીયાની ધારેથી પ્રસ્થાન થશે. કથા સમય સવારે ૯ થી બપોર ના ૧ સુધી રહશે.કથા સ્થળે પહોંચવા માટે તળાજા, ઠાડચ ઠળિયા થી વાહન મૂકવામાં આવશે.બાપુ ના કહેવા પ્રમાણે હાલ અહી નિયમિત બંને સમય ભકતજનો માટે ભોજન પ્રસાદ ની વ્યવસ્થા હોય છે.કથાને લઈ ૨૪ કલાક ભોજન પીરસવામાં આવશે.દરોજ આશરે પાંત્રીસ હજારથી વધુ કથા શ્રવણ સાથે ભોજન આરોગે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
કથાના પ્રારંભે દીપ પ્રાગટ્ય બ્રહ્મચારી શ્રી નારાયણનંદના હસ્તે થશે.વિશેષ ઉપસ્થિત મહેમાનમા ભાવનગર યુવ રાજ જ્યવીરસિંહજી રહેશે.એ ઉપરાંત રાજ્યની વિવિધ ધાર્મિક જગ્યાઓના મહંત, મહામંડલેશ્વર કક્ષાના એકસોથી વધુ સાધુ સંતો કથા દરમિયાન ઉપસ્થિત રહેશે.
તા.૧૫ અને ૧૯ ના રોજ સંતવાણી પોગ્રામ રાખવામાં આવ્યું છે.જેમાં માયાભાઈ આહિર, દેવરાજભાઈ ગઢવી,પોપટભાઈ માલધારી, નાજાભાઈ આહીર,જીજ્ઞેશ કુંચાલા,રાજભા ગઢવી,જીજ્ઞેશ બારોટ,અરવિંદબાપુ ભારતી કલા પીરસશે.કથાની પૂર્ણાહુતિ સોમવાર તા.૨૦ ના રોજ થશે.
ડુંગરોની વચ્ચે ધાર્મિક સ્થળ વિકસાવવા ૨૦૦થી વધુ વિઘા જમીનનું દાન
ઊગતા અને આથમતા સૂર્ય ના દર્શન કરવાનો પોતાની આંખે નિહાળવા નો લહાવો મળેછે તેવા સ્થળે લહેરગીરી બાપુએ ગૌશાળા સાથે ધાર્મિક સ્થળ વિકસાવી રહ્યા છે.આ ધર્મસ્થળ ને વધુ વિકસાવવા માટે અને ભવિષ્યમાં સારી ઓલાદ ના ગૌવંશ ને વિકસાવી શકાય સાથે સનાતન ધર્મ સાથે વર્તમાન શિક્ષણ મેળવી શકાય તેવા આગોતરા આયોજન માટે દાતાઓ વરસ્યા છે.જેમાં બસો વીઘા થી વધુ જમીન સંતના ચરણે દાતાઓએ ધરી છે

(8:06 pm IST)