Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

જી ૨૦ સમિટમાં વિદેશી ડેલીગેટસના આકર્ષણનું કેન્દ્ર બનશે કચ્છનું ધોળાવીરા: વિશ્વમાં ૫૦૦૦ વર્ષ જૂની માનવ સંસ્કૃતિનો અનોખો ઈતિહાસ

જાણો દેશ અને ગુજરાતના ગૌરવ સમાન ધોળાવીરા વિશે વિશેષ માહિતી : ૯ મી એ ડેલિગેશન લેશે ધોળાવીરાની મુલાકાત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩

 આ વર્ષે જી ૨૦ સમિટની મહેમાનગતિ ભારતે લીધી છે. ત્યારે આગામી નવ ફેબ્રુઆરીએ જી ૨૦ ના સદસ્યો નું ડેલિગેટ સંભવિત પણે કચ્છના સફેદરણ સાથે વર્લ્ડ હેરિટેજ સ્થળોની યાદી સમાવેશ કરવામાં આવેલા ધોળાવીરાની મુલાકાત લેશે. સમગ્ર વિશ્વમાં હા, સમગ્ર વિશ્વમાં ૫૦૦૦ વર્ષ જૂની માનવ સંસ્કૃતિ અને સભ્યતાનો ઈતિહાસ કચ્છના ધોળાવીરામાં ધરબાયેલો છે. જેને કારણે ધોળાવીરા વર્લ્ડ હેરિટેજમાં પણ સ્થાન પામ્યું છે. આ ધોળાવીરા વિશે 'અકિલા' નો આ વિશેષ લેખ પ્રસ્તુત છે. માનવ સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું  નગર છે, જે કચ્છના ભચાઉ તાલુકામાં આવેલ છે. આ સિંધુ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ સિંધુ જૂની છે અને એ વખતે લગભગ પચાસ થી સિત્તેર હજાર લોકો આ મહાનગરમાં રહેતા હતા આ નગર તે વખતે સિંધુ ખીણ નું મોટુ નગર હતું જે ખોદકામ દરમિયાન મળી આવેલ છે તે મુજબ તેવું અનુમાન છે. આખું નગર, પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, પાણી ફિલ્ટર માટે સાત પાણી સંગ્રહ ની વ્યવસ્થા. લોકોની રહેણી કરણી જોવા જેવું છે. સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડા  ટિંબા કહે છે. મૂળ તો આ સ્થળ ધોળાવીરા ગામની નજીક આવેલું હોવાને કારણે તેનું નામ ધોળાવીરા પડી ગયું છે.ધોળાવીરામાં લગભગ ચોરસ અને લંબચોરસ પથ્થરોથી બાંધકામ

૧૯૬૭-૭૦ ના ગાળા ના અરસામાં ભારતીય પુરાતત્વ પર સંશોધન કર્તાઓ એ આ સ્થળની મુલાકાત લઈ પ્રથમ વખત તેની માહિતી જાહેર કરી હતી.મોહેં-જો-દડો અને હડ્ડપામાં કાચી પાકી ઈંટો દ્વારા બાંધકામ કરવામાં આવેલું છે. આ ધોળાવીરામાં લગભગ ચોરસ અને લંબચોરસ પથ્થરોથી બાંધકામ થયું છે અને પથ્થરો બાજુમાં ખાણોમાંથી કાઢેલા છે. ધોળાવીરામાં નગરની ચારેબાજુ દીવાલ આવેલી છે.૪૭ હેક્ટર (૧૨૦ એકર) ચતુર્થાંશ શહેર બે મોસમી સ્ટ્રીમ્સ, ઉત્તરમાં માનસાર અને દક્ષિણમાં મનહાર વચ્ચે આવેલું છે.

ધોળાવીરાના આ 

કિલ્લામાં ચાર દરવાજા હતાં,

આ સાઇટ સી ૨૬૫૦ બી.સી. સુધી ઉપયોગ કરવામા આવ્યો હતો, જે આશરે ૨૧૦૦ બી.સી. પછી ધીમે ધીમે ઉ૫યોગ ઘટતા, ટૂંકમાં તે સ્થળ છોડી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ.૧૫૦૫૦ બી.સી. સુધી ફરીથી ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. ધોળાવીરા નગર મુખ્ય ત્રણ ભાગમાં વહેચવામા આવ્યું છે રાજાનો મહેલ કે જે ઊંચાઇવાળી જગ્યા પર છે. તેની ચારેબાજુથી મજબૂત કિલ્લાબંદી કરવામાં આવી હતી. આ કિલ્લામાં ચાર દરવાજા હતાં,  અન્ય લોકો કે રાજ્ય ના શાસન મા જોડાયેલા હતા તેમના ના આવાસ કે જેના ફરતે પણ રક્ષણાત્મક દિવાલ હતી અને બેથી પાંચ ઓરડાવાળા મકાન હતાં.,   નગરજનોનાં આવાસ હાથે ઘડેલી ઈંટોના બનાવેલા હતા. આ નગરમાં મોતી બનાવાનું મોટુ કારખાનુ મળી આવ્યું છે. અહીંથી પ્રાપ્ત થયેલા અવશેષોમાં તાંબુ ગાળવાની ભઠ્ઠીઓ મળી આવી હતી.એ શહેરની કહાણી જે કોઈ સ્માર્ટ સિટીથી ઓછું નહોતું.

સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવી છે

ભુજથી ભચાઉ રાપર થઈ લગભગ 255 કિલોમીટર દૂર આવેલા ખડીરબેટ આવેલ છે.  ધોળાવીરા ગામ વસ્યું છે. સામાન્ય ગામ જેવું જ ભાસતું આ ગામ એક અસામાન્ય ઇતિહાસ ધરોબીને  બેઠું છે. ધોળાવીરા ગામ થી ત્રણ કિલોમીટર દુર હાલના ભારતના પશ્ચિમમાં અને પાકિસ્તાનના પૂર્વમાં સિંધુ નદીના કિનારે વિકસેલી હોવાને કારણે તેને સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવી છે. પાકિસ્તાનમાં આવેલું હડપ્પા આ સંસ્કૃતિનું મહત્ત્વનું કેન્દ્ર હતું અને એટલે આ પ્રાચીન સંસ્કૃતિ 'હડપ્પન સિંધુ સંસ્કૃતિ' તરીકે પણ જાણીતી છે. સિંધુ ખીણની આ સંસ્કૃતિનાં મૂળ ઉત્તરમાં છેક અફઘાનિસ્તાન સુધી અને દક્ષિણમાં છેક ગુજરાત સુધી વિસ્તર્યાં હતાં. હડપ્પા, ગનેરીવાલા, મોહેંજો-દેરો , ધોળાવીરા, કાલી બંગળ, રાખીગઢી, રુપર અને લોથલ એ આ સંસ્કૃતિનાં મહત્ત્વનાં શહેરો હતાં. તો ધોરાવીરા સંશોધન સાઇટ થી બાર કિલોમીટર દૂર વન વિભાગ ના તત્કાલીન આરએફઓ એ. બી ખમાર અને ગાર્ડ પ્રભુભાઈ કોળી દ્વારા વન વિભાગ ના નેચરલ એજ્યુકેશન કેમ્પ દરમિયાન છપરીયા રખાલ મા અગિયાર મીટર લંબાઈ ધરાવતા ફોરશિલ ની શોધ કરી હતી જે વડોદરા મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ના જીઓલોજિકલ ના ડો. કે. સી. તિવારી એ કાર્બન ટેસ્ટ કરતા આ વુડ ફોરશિલ નો રિપોર્ટ આપ્યો હતો ત્યારે જે તે વખતે ના કચ્છ ના મુખ્ય વન સંરક્ષક આર. એલ. મીના ના પ્રયત્ન થી ફોરશિલ પાર્ક બનાવવા મા આવ્યો છે જે ૧૭થી ૧૯ બીલીયન વર્ષ દર્શાવે છે જે જુરાસિક ડાયનાસોર યુગ ના અવશેષો મળ્યા છે તે આ વિસ્તારમાં આજે વન વિભાગ અને પ્રવાસન વિભાગ ધ્વારા છ કરોડ ના ખર્ચે વિશાળ ફોરશિલ પાર્ક નું નિર્માણ થઈ રહ્યું છે તો ફલેમિંગો સીટી સુર્યાસ્ત વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ તથા વિશાળ સફેદ રણ ધરાવતા આ ખડીર દ્વિપ નો પ્રવાસન ક્ષેત્રે અનેરો અવકાશ છે જીઓલોજિકલ અને સિંધુ સંસ્કૃતિના અવશેષો ધરાવતા આ ખડીર ના રણ મા અનેક બેટ આવેલ છે ધોરાવીરા થી અફાટ રણ વિસ્તારમાં પાકિસ્તાન ના સરહદી વિસ્તાર નજીક એક મેરુડા નામ નો એક બેટ આવેલ છે જેની નીચે એક નગર ધરાયેલ હોવાનું સંશોધક જણાવે છે તો આ ખડીર વિસ્તારમાં એ શહેરની કહાણી જે કોઈ સ્માર્ટ સિટીથી ઓછું નહોતું.

સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવી છે

ભુજથી લગભગ 200 કિલોમીટર ઉત્તરમાં ખડીરબેટ આવેલો છે. આ જ બેટ પર ધોળાવીરા ગામ વસ્યું છે. કચ્છના કોઈ પણ સામાન્ય ગામ જેવું જ ભાસતું આ ગામ એક અસામાન્ય ઇતિહાસ ધરબીને બેઠું છે. હાલના ભારતના પશ્ચિમમાં અને પાકિસ્તાનના પૂર્વમાં સિંધુ નદીના કિનારે વિકસેલી હોવાને કારણે તેને સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવી છે. પાકિસ્તાનમાં આવેલું હડપ્પા આ સંસ્કૃતિનું મહત્ત્વનું કેન્દ્ર હતું અને એટલે આ પ્રાચીન સંસ્કૃતિ 'હડપ્પન સંસ્કૃતિ' તરીકે પણ જાણીતી છે. સિંધુ ખીણની આ સંસ્કૃતિનાં મૂળ ઉત્તરમાં છેક અફઘાનિસ્તાન સુધી અને દક્ષિણમાં છેક ગુજરાત સુધી વિસ્તર્યાં હતાં. હડપ્પા, ગનેરીવાલા, મોહેંજો-દડો, ધોળાવીરા, કાલી બંગળ, રાખીગઢી, રુપર અને લોથલ એ આ સંસ્કૃતિનાં મહત્ત્વનાં શહેરો હતાં.સિંધુ ખીણની સંસ્કૃતિની પુરાતત્ત્વીય સાઇટ્સને ઉજાગર કરવા માટે ગુજરાત પુરાતત્વ ના ડો. યજુર્વેન્દ્રસિંહ રાવત એ તન તોડ મહેનત કરી ધોળાવીરા ને વર્લ્ડ હેરિટેજ સ્થળોની યાદી સમાવેશ કરવામાં આગવી ભુમિકા ભજવી છે. વરસો સુધી ડો. રાવત ધોળાવીરા ખાતે રહયા છે અને તમામ વિગતો મુજબ ખડીર મા આવેલું ધોળાવીરા અને અમદાવાદ નજીક આવેલું લોથલ ગુજરાતમાં આવેલી સિંધુ ખીણની સંસ્કૃતિની પુરાતત્ત્વીય સાઇટ્સ સમાન  છે.આ સંસ્કૃતિને ભારતીય સંસ્કૃતિનો પાયો ગણે છે. તો ધોળાવીરા મા મળી આવેલ લીપી ને આજ સુધી કોઇ ઉકેલી શક્યું નથી જો આ લીપી ઉકેલાય તો સિંધુ સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ નો ઈતિહાસ બહાર આવે પરંતુ વિશ્ર્વ ના અનેક સંશોધકોએ આ લીપી પર મતમતાંતર કહ્યું છે પરંતુ હજી સુધી આ લીપી ઉકેલાઈ નથી જો ઉકેલાય તો ભારતનું આજનું જીવન એ જ સંસ્કૃતિના પાયા પર રચાયેલું છે.તેમ તેઓએ જણાવ્યું હતું.સિંધુ ખીણની સંસ્કૃતિનો સમયગાળો ઈ.સ. પૂર્વે 1500થી ઈ.સ. પૂર્વે 3 હજાર વર્ષ સુધીનો ગણે છે. જોકે, કેટલાક સંશોધકો સિંધુ ખીણની સંસ્કૃતિને એથી પણ વધુ પ્રાચીન ગણાવે છે.''રાખીગઢી અને અન્ય સાઇટ્સ પર હાલમાં જ થયેલા ઉત્ખનન દરમિયાન એવા સંકેતો મળ્યા હતા કે સિંધુ ખીણની સંસ્કૃતિ ઓછામાં ઓછી સાડા પાંચ હજાર વર્ષ જૂની છે.''

*પતન કઈ રીતે થયું એ અંગે પણ મતમતાંતર*

સિંધુ ખીણની સંસ્કૃતિનું પતન કઈ રીતે થયું એ અંગે પણ મતમતાંતર પ્રવર્તે છે. ક્લાઇમેટ ચેન્જ (જળવાયું પરિવર્તન)ને કારણે આ સંસ્કૃતિનું પતન થયું હતું.''એ વખતે માત્ર દક્ષિણ એશિયામાં જ નહીં પણ જગતભરમાં જળવાયું પરિવર્તન અનુભવાયું હતું. મિસર અને મેસેપોટેમિયાની સંસ્કૃતિનાં વળતાં પાણી પણ આ જ કારણે થયાં હતાં.સિંધુ ખીણની સંસ્કૃતિની પૃષ્ઠભૂમિ પર બનેલી 'મોહેંજો-દેરો ફિલ્મમાં આ સંસ્કૃતિના વિનાશનું કારણ જળને ગણાવાયું છે.

પતન પાણીને કારણે થયું હોવાના સંકેત

'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑશનોગ્રાફી' આ સંસ્કૃતિનું પતન પાણીને કારણે થયું હોવાના સંકેત આપે છે. ઇન્સ્ટિટ્યૂટના સંશોધનમાં એવા સંકેતો મળ્યા છે કે કચ્છના દરિયાકાંઠે આવેલી ભયાનક સુનામીએ ધોળાવીરાનો ભોગ લઈ લીધો હશે.

ધોળાવીરાની એ વિશ્વ વિરાસત જોઈને એક નવા અધ્યાય તરફ લઈ જાય તે ચોક્કસ છે,તેમજ પ્રવાસન ક્ષેત્રમાં પણ વધારો થશે તે પણ નિશ્ચિત થશે તે વાત મા દમ છે.

(તસવીર : મુકેશ ગોર, રાપર) 

(1:53 pm IST)