Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

જામનગર તળાવની પાળ અને હવાઇ ચોક વિસ્‍તારનાં વેપારીઓ દ્વારા પીએસઆઇ સામે કનડગતનો આક્ષેપ : ધંધા-રોજગાર બંધ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૩: જામનગરના તળાવની પાળ અને હવાઈચોક વિસ્‍તારમાં વેપારીઓ દ્વારા દરબારગઢ ચોકીના પીએસઆઇ વસંતભાઈ દ્વારા કનડગત કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે સવારથી જ રોષપુર્ણ બંધ પાળ્‍યુ છે. સમગ્ર ઘટનાને લઈને છેલ્લા કેટલાક દિવસોથી પોલીસના ત્રાસથી ત્રસ્‍ત વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખ્‍યા છે.

મોડી રાત્રે પોલીસ કર્મી આવી નાસ્‍તો કરતા લોકોને કોઈપણ કારણ વગર પરેશાન કરતા હોવાના વેપારીઓ દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્‍યા છે અને અન્‍ય વિસ્‍તારો મોડી રાત સુધી ધમધમતા હોય છે જયાં પોલીસ રહેમ રહે નજર રાખતી હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવ્‍યા છે.

વેપારીઓએ બંધ પાડતા જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઈ તન્ના પણ દોડી આવ્‍યા છે અને આ મુદ્દે કાયમી નિવેડો લઈ આવવા વેપારીઓ અને પોલીસ વચ્‍ચે સેતુ બનવાની પણ વાત કરી હતી. હાલ તો જામનગરની આ દુકાનો બંધ રાખી પોલીસવાળા અને કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવવા વેપારીઓ મન બનાવી રહ્યા છે અને પોલીસના ત્રાસથી મુક્‍તિ અપાવવા માગણી કરવામાં આવી રહી છે. (તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર

(1:44 pm IST)