Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

અમરેલીમાં ગુર્જર ક્ષત્રીય કડિયા સમાજ અને શ્રી વિશ્વકર્મા કારીગર મંડળ દ્વારા વિશ્વકર્મા જયંતિ ઉત્‍સવ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૩ :.. શ્રી ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજ તથા શ્રી વિશ્વકર્મા કારીગર મંડળ અમરેલી દ્વારા આયોજિત ૪૦-મો શ્રી વિશ્વકર્મા જયંતી ઉત્‍સવ મહાસદ તેરસ આજે ઉજવાયો છે. ગઇકાલે ગૌપૂજન તથા ગૌભોજન તથા સર્વ જ્ઞાતિ યજ્ઞનું આયોજન કરેલ હતું.

આજે શુક્રવાર સવારે ૮ કલાકે હથિયાર પૂજન સવજીપરા કડીયા જ્ઞાતિ વાડીમાં તથા શોભાયાત્રા લક્ષ્મીનારાયણ મંદિરથી નીકળી કડીયા જ્ઞાતિની વાડી સુધી સવજીપરા રોડ વિરામ લેશે. સમુહ જ્ઞાતિ ભોજન સાંજના પ-૩૦ કલાકથી ૯ કલાકે શ્‍યામવાડી લીલીયા રોડ ખાતે રાખેલ છે આ પ્રસંગે ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજના ભાઇઓને નિમંત્રણ છે તેમ શ્રી વિશ્વકર્મા કારીગર મંડળના પ્રમુખ વિજયભાઇ ચોટલીયાની યાદી જણાવે છે.

(1:36 pm IST)