Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

તાલાલામાં જામગરી સાથે ઝડપાયો

વેરાવળઃ ગીર સોમનાથ એસ.ઓ.જી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ.શ્રી એ.બી.જાડેજા  માર્ગદર્શન અનુસાર એ.એસ.આઇ. લખમણભાઇ ડી. મેતા તથા નરવણસિંહ કે. ગોહિલ તથા ઇબ્રાહીમશા બી. બાનવા તથા ગોવિંદભાઇ બી વંશ તથા કેતનભાઇ પી. જાદવ તથા પો.હેડ કોન્‍સ. સુભાષભાઇ પી. ચાવડા તથા કમલેશભાઇ જે. પીઠીયા તથા પો.કોન્‍સ. મેહુલસિંહ પી. પરમાર એ રીતેના પોલીસ સ્‍ટાફ સાથે એસ.ઓ.જી. લગત કામગીરી સબબ તાલાલા વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા, દરમ્‍યાન પો.હેડ કોન્‍સ. સુભાષભાઇ ચાવડા તથા એ.એસ.આઇ. નરવણસિહ ગોહિલની સંયુકત બાતમી આધારે કાળુ જુમાભાઇ લાખા, ડફેર, ઉવ.૪૫ રહે.પાણીકોઠા તા.તાલાલા વાળાને પાણીકોઠા ગામના રેલ્‍વે ફાટક પાસેથી ગે.કા. લાયસન્‍સ કે પરવાના વગર દેશી જામગરી બંદૂક સાથે પકડી પાડી આરોપી વિરૂધ્‍ધ તાલાલા પોલીસ સ્‍ટેશનમાં આર્મ્‍સ એકટ મુજબ ગુન્‍હો રજી. કરાવેલ છે

(2:25 pm IST)