Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

સાવરકુંડલા પાલિકા વોર્ડ નંબર ૩ના વિસ્‍તારમાં સફાઈ કામગીરી કરાવતા પાલિકા ઉપપ્રમુખ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા.૩ :  નગર પાલિકા ના વોર્ડ નંબર ૩ ના વિસ્‍તારમાં સફાઈ કામગીરી કરાવતા પાલિકા ઉપપ્રમુખ અને નગર સેવક કમલેશ રાનેરા નગરપાલિકા વોર્ડ ૩ના જેસર રોડ મોમાઈ માતાજીના મંદિર પાસે આવેલ નાળા પાસે ગંદકીના કારણે ચાલવું મહા મુસીબત બન્‍યું હતું  તેવી સ્‍થિતિ માં નગર પાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઈ નકરાણી અને નગર સેવક કમલેશભાઈ રાનેરા એ માથે ઉભા રહી સુંદર કામગીરી કરાવી હતી આ કામગીરી થી લોકો એ રાહતનો દમલીધો હતો અને નગર પાલિકાની અને પાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ નકરાણી અને કમલેશભાઈ રાનેરાની કામગીરીની પણ  પ્રસંશા કરવા માં આવી હતી.

(2:21 pm IST)