Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

જેતપુરના પૂર્વ ધારાસભ્‍ય નારણભાઇ પટેલનું ૧૦ર વર્ષની વયે નિધન

લુટારૂ અને ધાડપાડુઓને પોતાની બહાદુરીથી ફાવવા દીધેલ ન હતા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૩: શહેરમાં ધારાસભ્‍ય તરીકે ૧૯૬ર થી ૧૯૭ર દસ વર્ષ સુધી સેવા બજાવનાર નારણભાઇ કાલીદાસભાઇ પટેલ (ઉ.૧૦ર) નું આજરોજ સવારે નિધન થયેલ છે. નારણભાઇનો જન્‍મ ખારચીયા ગામે તા. ર૦-૯-૧૯ર૧ના રોજ થયેલ. નાનપણથી જ તેમનામાં બહાદુરી અને ખુમારી હોય દેશ માટે કરી છુટવાની તમન્‍ના તેમનામાં હોય પેટલાદ ખાતે રાયફલની તાલીમ લીધેલ આઝાદીની લડાઇમાં સ્‍વાતંત્ર સેનાની તરીકે રવીશંકર મહારાજ સાથે જોડાયા હતા યુવાનીમાં જોમ અને જુસ્‍સાથી દરેક યુવાનોને તાલીમ આપેલ તે સમયમાં ધાડ-પાડુઓની રંઝાડ હોય પોતાની બહાદુરથી જન્‍મભૂમિ ખારચીયાને લુટાવા દીધેલ નથી. ભુપત બારવટીયા સાથે સામ સામા ગોળીબાર થવા છતા ખારચીયામાં પગ મુકવા દીધેલ નહી. નારણભાઇની બહાદુરીના કારણે તેને સરકાર દ્વારા ગોલ્‍ડ મેડલ પણ અપાયેલ. ૧૦ વર્ષ સુધી ધારા સભ્‍ય તરીકે સેવા બજાવ્‍યા બાદ રાજકારણને ભ્રષ્‍ટાચારનો ચેરૂ આભડયો હોય તેમણે સ્‍વૈચ્‍છીક રીતે રાજકારણ છોડી દીધેલ સરકાર દ્વારા ધારાસભ્‍યને ટોકન દરે અપાતી એક પણ સવલત તેમણે લીધેલ નથી નારણબાપાના પરિવારમાં ૪ પુત્રો ઘનશ્‍યામભાઇ જગદીશભાઇ સ્‍વ. રોહીતભાઇ તથા શહેરના અગ્રણી ધારાશાષાી જનકભાઇ પટેલ છે નારણબાપાની સાંજે પ કલાકે સ્‍મશાન યાત્રા તેના નિવાસસ્‍થાનેથી નીકળશે. નારણબાપાના પૌત્ર મહાવીરભાઇ હાલ બાર એસોસીએશનના પ્રમુખ છે.

 

(1:25 pm IST)