Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

મોરબી પાલિકાને કંગાળ બનાવવામાં ભાજપના સદસ્‍યનો મોટો ફાળો : કૉંગ્રેસ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૩ : મોરબી શહેરની એ ગ્રેડની નગરપાલિકા હાલ કંગાળ સ્‍થિતિનો સામનો કરી રહેલ છે.

 પાલિકા ના ચૂંટાયેલ સદસ્‍ય ની વહીવટી અણઆવડતને કારણે કે અતિ ભ્રષ્ટાચાર ના કારણે આજ નગરપાલિકા પાસે લાઈટ બિલ ભરવાના પૈસા નથી અને ઇન્‍ચાર્જચીફ ઓફિસર કહે છે કે ગામમાં નગરપાલિકાના નામે કોય ઉધાર પણ  નથી આપતું તો શું મોરબીની પ્રજાએ ભાજપને પાલિકામાં ૫૨માંથી ૫૨ સદસ્‍ય  ચૂંટી શું ભૂલ કરી હોય તેવું લાગી રહ્યું છે?

 મોરબી શહેરની પ્રજાના પરસેવાની કમાણીના પૈસા ટેકસના પૈસા ગયા કયાં એ પ્રજા જાણવા માંગે છે.

આજ પાલિકાની આવી પરિસ્‍થિતિ માટે જવાબદાર ભાજપના આ ચૂંટાયેલા તમામ સદસ્‍ય જવાબદાર હોય એવું લાગે છે કારણ વહીવટી અણઆવડત અને અહમને જૂથવાદના કારણે પાલિકા પ્રજાને પ્રાથમિક સુવિધા પણ આપવામાં સદંતર નિષ્‍ફળ ગયેલ છે ત્‍યારે મોરબીના ધારાસભ્‍ય એ પાલિકાના સદસ્‍યની મીટીંગ લીધી ત્‍યારે આ બાબત જાહેર થયેલ કે પાલિકા પાસે લાઈટ બિલ ભરવા પણ પેસા નથી તો આમાં વિકાસના કામો કયાથી થાય? અગાઉ પણ  પાલિકા પ્રમુખનો રોડ કામમાં ૬ ટકા કમિશન લેવાનો વિડિયો ઓડિયો  જાહેર થયેલ તેના ઉપર થી લાગે છે કે પાલિકામાં ફકતને ફકત ટકાવારી  જ ચાલે છે બાકી પ્રજાને સુવિધા મળે કે  ના મળે ધર્મના નામે પ્રજાને ગુમરાહ કરી મત મેળવી પાછા ચૂંટાઇ જસુ એવું આ ભાજપ માને  છે ત્‍યારે  પાલિકાની વહીવટી તપાસ કરવામાં આવે તો કેટલોય ભ્રષ્ટાચાર બહાર આવશે અને કંઈ નહોતું તે  કેટલાય માલ મિલકત વાળા બની ગયા છે પાલિકા ને ચૂનો લગાડીને  તે પ્રજાને પણ ખ્‍યાલ આવશે.

આમ ભાજપ શાસિત નગરપાલિકાના ચૂંટાયેલ સદસ્‍યની  વહીવટી અણઆવડતને કારણે પાલિકાની તેજોરી ખાલી થઈ ગયેલ છે અને મોરબીમાં ઝુલતા પૂલની ગોઝારી ઘટના બની તેમાં પણ પાલિકા ના પદાધિકારી અને અધિકારીઓએ પ્રાઇવેટ કંપનીને પૂલનો કોન્‍ટ્રાક્‍ટ આપી દિધો અને કરાર કરી આપેલ પણ જનરલ બોર્ડમાં  મજૂર ના કરાવી શકયા  અને પાલિકાના પ્રજાકીય કામ માટે કોય જનરલ બોર્ડ ના બોલાવી  શકયા  આવા બિન આવડતવાળા સદસ્‍ય પાલિકા ચલાવવામાં નિષ્‍ફળ ગયેલ છે. ત્‍યારે જવાબદાર સામે કડક પગલાં લઈ પાલિકાનુ  વિસર્જન કરવું જરૂરી છે અને પાલિકાના નાણાંનો ગેરઉપયોગ થયેલ હોયને તેની તપાસ કરાવી  જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવે  તેવી  પ્રજા   માંગણી કરી રહેલ છે. તેમ મહેશ રાજ્‍યગુરુ મોરબી જિલ્લા કોગ્રેસ મહામંત્રીની યાદીમાં જણાવાયું છે.

 શિક્ષણની ભારતીય સંકલ્‍પના વિષય પર વક્‍તવ્‍ય યોજાશે

ભારતીય વિચાર મંચ- મોરબી તથા વિદ્યાભારતી મોરબીના સંયુક્‍ત ઉપક્રમે  સરસ્‍વતી શિશુમંદિર ખાતે શિક્ષણની ભારતીય સંકલ્‍પના વિષય પર વક્‍તવ્‍યનું આયોજન કરવામાં આવ્‍યું છે.

મોરબીના શક્‍ત શનાળા રોડ પર આવેલા સરસ્‍વતી શિશુમંદિર ખાતે  રવિવારના રોજ સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન શિક્ષણની ભારતીય સંકલ્‍પના વિષય પર વક્‍તવ્‍ય યોજાશે. જેમાં કર્ણાવતીની પુનરુત્‍થાન વિદ્યાપીઠના કુલાધિપતિ સુશ્રી ઈન્‍દુમતીબેન કાટદરે વક્‍તા તરીકે હાજર રહીને ઉપરોક્‍ત વિષય પર વક્‍તવ્‍ય આપશે. તો આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહીને શિક્ષણની સાચી સંકલ્‍પના જાણવા તથા સમજવા આમંત્રણ પાઠવાયું છે.

(12:59 pm IST)