Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

મોરબીમાં ૭૭ બોટલ દારૂ સાથે ધીરજ પકડાયો : અરવિંદની શોધ

વાંકાનેર હાઇવે ઉપર બાઇકમાં યતીશ બે બોટલ અને નાની બજાર પાસે કિરણ એક બોટલ સાથે પકડાયો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૩ : મોરબીમાં કુબેરનગર ખાતે રહેણાંક મકાનમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસે દરોડા પાડીને વિદેશની દારૂના જથ્‍થા સાથે એક શખ્‍સની અટકાયત કરી છે. જયારે અન્‍ય એકનું નામ ખુલ્‍તા તેની શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન એ.એસ.આઇ રાજદિપસિંહ રાણા તથા પોલીસ કોન્‍સ્‍ટેબલ સિધ્‍ધરાજ ભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે કુબેરનગર ખાતે આરોપી ધીરજ ગોવિંદભાઈ ચાવડા અને અરવિંદ રામભાઈ ચાવડા રહેણાંક મકાનમાં ઇંગલિશ દારૂનો જથ્‍થો રાખી તેનું ગેરકાયદેસર વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે ઘટના સ્‍થળે દરોડા પાડ્‍યા હતા જ્‍યાં આરોપી ધીરજ મળી આવ્‍યો હતો અને મકાનમાંથી રૂપિયા ૩૨,૩૦૦ની વિદેશી દારૂની કુલ ૭૭ નંગ બોટલ મળી આવી હતી. જ્‍યારે આરોપી અરવિંદ સ્‍થળ પર હાજર મળી આવ્‍યો ન હતો. જેથી પોલીસે વિદેશી દારૂકબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ  ગુનો દાખલ કર્યો હતો.

તેમજ મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન આરોપી યતીશ બાબુભાઈ મુછડીયા રૂપિયા ૩૦,૦૦૦ની કિંમતના હીરા  સ્‍પેલન્‍ડર પ્‍લસ મોટર સાયકલ જેના રજીસ્‍ટર નંબર જીજે-૩૬-એજી-૧૭ પર નીકળતા પોલીસે તેને અટકાવી  તલાશી લેતા રૂપિયા ૭૫૦ની કિંમતની વિદેશી દારૂની બે બોટલ મળી આવી હતી. જેથી પોલીસે તેની અટકાયત કરી બાઈક તેમજ દારૂના મળી રૂપિયા ૩૦,૭૫૦નો મુદામાલ જપ્ત  કર્યો હતો.

જયારે મોરબી નાની બજાર પાસે મોરબી સિટી એ ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમયે આરોપી કિરણ ઉર્ફે બેબો નાગજીભાઇ દેગામા રૂપિયા ૪૫૦ની કિંમતની એક લીટર વિદેશી દારૂની બોટલ સાથે મળી આવ્‍યો હતો. જેથી પોલીસે  ગુનો નોંધી તેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:51 pm IST)