Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

જસદણ ડાયમંડ એસોસિએશન મંડળે આટકોટની ગૌશાળાને રૃ ૧ લાખ અનુદાન આપ્યું

જસદણ : આટકોટ ખાતે અંધ અપંગ બીમાર ગાયો ગૌવંસની સારવાર સૅવા નિભાવ કરતી જિવદયા સંસ્થા  શ્રી કામધેનુ ગૌશાળાની મુલાકાત જસદણ ડાયમંડ એસોસિએશન પ્રતિનિધિ મંડળે લીધી હતી. જેમાં  પ્રમુખ પ્રવીણભાઈ વલ્લભભાઈ ભાયાણી, પીવીભાઈ ભુપતભાઈ બોરડ, વિઠ્ઠલભાઈ સિધ્ધપરા, શેઠ ભુપતભાઈ ભાયાણી, કાર્પ પ્રા.લી રાજુભાઈ કાનપરિયા, બાલુભાઈ રોકડ, રાજુભાઈ ટિબડીયા, મહેશભાઈ નભોયા, દેવાંગભાઈ સોજીત્રા, હિંમતભાઈ વિશ્વાસ ડાયમંડ રમેશભાઈ ચોથાણી સહિતના ડાયમંડ એસોસિએશન પ્રતિનિધિ મંડળે મુલાકાત લઇ અને પ્રભાવિત થયા હતા. અંધ અપંગ બીમાર ગાયો તથા ગૌવંશની સારવાર નિભાવ સહિતની કામગીરી જોઈ અને પ્રભાવિત થયા હતા પ્રતિનિધી મંડળ દ્વારા શ્રી કામધેનુ ગૌશાળાના પ્રમુખ રમેશભાઈ કાનાણીને ડાયમંડ એસોસિએશન દ્વારા રૃપિયા ૧ લાખ ૬ હજાર રોકડા ગૌ સેવા અર્થે અર્પણ કરવામાં આવ્યા હતા.(તસ્વીર-અહેવાલ : નરેશ ચોહલીયા જસદણ)

(11:59 am IST)