Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

વેરો ઉઘરાવવા માટે pos મશીન:પ્રથમ આ યોજનાનો ગોંડલ પાલિકામાં અમલ

 (જીતેન્દ્રઆચાર્યદ્વારા) ગોંડલ તા. ૩: ગોંડલ નગરપાલિકા નો વસ્તી અને વ્યાપ દિવસે ને દિવસે વધી રહી હોય વેરા વસુલાત માટે લોકોને લાંબી લાઈનો કે કતારોમાં ઉભું રહેવું ન પડે તે માટે પીઓઍસ મશીનની સુવિધા શરૂ કરવામાં આવી છે જેને લઇ પાલિકા ના કર્મચારીઓ ઘરે-ઘરે દુકાને દુકાને ફરી વેરો ઉઘરાવી શકશે અને તાકીદે જ લોકોને પહોંચ પણ આપી શકશે.
  નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ ભાવનાબેન  પ્રવીણભાઈ રૈયાણી ઉપર પ્રમુખ ગૌતમભાઈ સિંધવ કારોબારી ચેરમેન ઓમ દેવશી જાડેજા નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયા અને ધિમંત કુમાર વ્યાસ, ય્ઘ્પ્ ની હાજરીમાં શહેરમાં પ્રજાજનો માટે ઘરે ઘરે ડોર ટુ ડોર પીઓઍસ મશીનની મદદથી ટેક્ષ કલેક્શનની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે  કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો હતો.
 ઉપરોક્ત સંદર્ભે ફેડરલ બેંક સાથે ટાઇઅપ કરવામાં આવતા બેંક દ્વારા  પીઓઍસ મશીન પુરા પાડવામાં આવ્યા હતા, યુઍસ મશીનનો વોર્ડ વાઈઝ ઉપયોગ કરી નગરપાલિકાના કર્મચારી મશીન લઈ ડોર ટુ ડોર ઘરે-ઘરે દુકાને દુકાને ફરશે અને ત્યાં લોકોની પાસેથી જે બાકી ટેક્સ હોય ઍ લોકો ત્યાં ઓન ધ સ્પોટ ટેક્સ ભરે તો તરત ત્યાં ને ત્યાં પહોંચ પણ આપી દેશે.
  નગરપાલિકાને ટેક્સ કલેક્શન ની ઝુંબેશ માં સુવિધા મળશે લોકોને પણ ઍવી સુવિધા નો લાભ મળશે જેથી કોઈ લાઈનમાં નહિ ઉભા રહેવું પડે તેમજ કોઈ ને ઓનલાઇન પોતાની જાતે કરવાનો કોઈ -યત્ન પણ નહીં કરવો પડે, લોકો ટેક્ષ ભરે તેની પહોંચ આપી દેવામાં આવશે અને બીજા દિવસે પાલિકાની અધિકૃત પહોંચ પણ પહોંચતી કરી દેવામાં આવશે અને આ માટે અલગથી કોઈ સર્વિસ ચાર્જ પણ ભરવાનો રહેશે નહીં તેવું અંતમાં જણાવ્યું હતું. (૨૫.૫)

 

(11:56 am IST)