Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

ધ્રોલના દારૃના બે ગુન્હામાં ભુજનો આરોપી ઝડપાયો

જામનગર,તા.૩ : ધ્રોલ પો.સ્ટે. પાર્ટ સી પ્રોહી ગુના નં. ૦૨૫/૧૯ પ્રોહી કલમ ૬૫એ,,૧૧૬ (બી), ૯૮ (૨), ૮૧ તથા ધ્રોલ પો.સ્ટે. પાર્ટ સી પ્રોહી ગુના નં. ૦૨૬/૧૯ પ્રોહી કલમ ૬૫એ,, ૧૧૬(બી), ૯૮(૨) મુજબના ગુનાના નાસતો ફરતો આરોપી રાજુભા ગંભીરસિંહ જાડેજા રહે. કચ્છ-ભુજ વાળો જામનગર જીલ્લામાં આવતા આરોપીનો વોચ રાખી આરોપીને પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૃ ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

આ કામગીરી પેરોલ/ ફર્લો સ્કવોડના પો.સ.ઇ. એલ.જે.મિયાત્રા, એ.એસ.આઇ ગોવિંદભાઇ ભરવાડ, પો.હેડ કોન્સ. લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિહ જાડેજા, સલીમભાઇ નોયડા, કાસમભાઇ બ્લોચ, ભરતભાઇ ડાંગર, રણજીતસિંહ પરમાર, પો.કોન્સ. મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ, હેડ કોન્સ. અરવિંદગીરી ગોસાઇ, એલ.સી.બી.ના હેડ કોન્સ. નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ. બંળવતસિંહ પરમારનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

(12:08 pm IST)