Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

ઝીઝુવાળા વીડમાં વેરાઈ માતાજીના મંદિરે ૧૭મી તિથિ : નવચંડી યજ્ઞ અને લીલુડો માંડવો

સાવધરીયા, ટમાલીયા અને રંજીયા ત્રણેય પરિવારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડશે

હળવદ,તા.૩ : પાટડી તાલુકાના ઝિંઝુવાડા ગામના રણ વિસ્તારમાં આવેલ વીડમા વેરાઈ માતાજીના મંદિરે -તિ વર્ષની જેમ આ વર્ષે પણ સતરમી વાર્ષિક  તિથિ એ નવચંડી યજ્ઞ અને લીલુડા માંડવાનુ આયોજન સાવધરીયા પરિવાર ટમલિયા પરિવાર અને રજીયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે વૈદિક મંત્રો ચારોથી વાતાવરણ ધર્મમય બનશે આ પ્રસંગે નવચંડી યજ્ઞના મુખ્ય યજમાન સાવધરીયા ચેતનભાઇ ગફુરભાઈ, સાવધરીયા ગફુરભાઈ મોમાભાઈ, સાવધરીયા દેવરાજભાઈ માધાભાઈ પરિવાર ગામ કુંવર (નાનીચંદુર) રહેલ યજ્ઞના આચાર્ય તરીકે શાસ્ત્રી મુકેશભાઈ દવે શાસ્ત્ર વિધિથી યજ્ઞ વિધિ કરાવશે તા,૩ અને ૪ ના રોજ સમય ૮/૩૦થી૧૨/૩૦. બપોરે ૨/૩૦થી ૫ વાગ્યા સુધી વડવાળા મહિમા પારાયણ ના વકતા તરીકે દુધરેજ વડવાળા મંદિરના સાધુ શ્રી મહાવીરદાસજી મહારાજ ગુરુ કણીરામ બાપુ વ્યાસપીઠ ઉપર બિરાજી સુંદર શૈલીમાં પારાયણનું રસપાન કરાવશે તા,૪/૨ ને શનિવારના  રોજ દુધરેજ વડવાળા ના મંદિરના મહંત કણીરામ બાપુ બપોરે ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવશે રાત્રે માતાજી નો ફુલ પછેડો તેમજ ૯/૦૦ કલાકે માતાજીની રેગડી ની રમઝટ  રાયમલ સાવધરીયા તથા ધાર્મિક બામોસણા બોલાવશે અને તા,૫/૨ને  રવિવારના રોજ સવારે યજ્ઞનો પ્રારંભ થશે બપોરે મહાપ્રસાદ અને સાંજે યજ્ઞની પૂર્ણાહૂતિ થશે આ ધર્મ કાર્યને સફળબનાવવાજનકભાઈસાવધરીયા, રમેશભાઇ ટમાલીયા, વિરમભાઈ સાવધરીયા, જેસીંગભાઇ રંજીયા, હરેશભાઈ ટમાલીયા, વિશાલભાઈ રંજીયા, ગોવાભાઇ સાવધરીયા, સોમાભાઈ રંજીયા સહિતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે (તસવીરઃ  હરીશભાઈ રબારી)

 

 

(11:48 am IST)