Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત મોરબીની શાળા-કોલેજમાં જાગૃતિ કાર્યક્રમ

મોરબી: હેલ્થ ઍન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી) ના કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રીય રક્તપિત નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત શાળા કોલેજો તેમજ ગામના લોકોમાં જાગૃતિ આવે ઍ હેતુથી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. સરકારની સૂચના મુજબ તારીખ ૩૦ જાન્યુઆરીથી તા. ૧૩ ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન પખવાડિયા તરીકે ઉજવણી કરવાની હોય જેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના મેડીકલ ઓફિસર ડો.રાધિકા વડાવિયા અને ઍમ.પી.ઍસ. દિપકભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ હેલ્થ ઍન્ડ વેલનેશ સેન્ટરના આરોગ્ય કર્મચારી દિલીપભાઈ દલસાણીયા અને મકસુદભાઈ સૈયદ દ્વારા સેન્ટરમાં આવતી વિવિધ શાળાઓ અને કોલેજના બાળકોમાં તેમજ ગામના લોકોને રક્તપિત વિષે યોગ્ય માહિતી આપી હતી. સાથે જ રક્તપિતના દર્દીઓ સાથે ઓરમાયુ વર્તન ના થાય ઍ બાબતે ખાસ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. રક્તપિત કોઈ અભિશાપ નથી ઍક બીમારી છે અને ઍનો ઈલાજ અને સારવાર પ્રત્યેક આરોગ્ય કેન્દ્ર પર વિનામૂલ્યે કરવામાં આવે છે તેની માહિતી આપવામાં આવી હતી.(તસ્વીર-અહેવાલ ઃ પ્રવિણ વ્યાસ મોરબી)(૨૪.૩)

(11:39 am IST)