Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

જસદણ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા હાઇજીન કીટ વિતરણ

જસદણ: ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જસદણ શાખા દ્વારા હાઇજીન કીટ વિતરણ યોજાયો હતો. રામેશ્વર મહાદેવ મંદિર જસદણ ખાતે યોજવામાં આવેલ આ કાર્યક્રમ માં જરૂરિયાતમંદ લોકોને ૫૦ થી વધુ કીટ નું વિતરણ કરવામાં આવ્યું.જેમાં ખાસ  શ્રી સ્વામિનારાયણ મંદિર જસદણના કોઠારી શ્રી ધર્મનંદનસ્વામી, મનુભાઈ શિલું,  ભરતભાઈ ઍલ. છાયાણી, સામાજિક અગ્રણી અશોકભાઈ મહેતા, જસદણ બ્લોક હેલ્થ ઓફિસર સી. કે. રામ , પીયૂષભાઈ શુક્લ, નરેશભાઈ દરેડ ,  હસુભાઈ ગાંધી , વલ્લભભાઈ બોદર,  લાલભાઈ કોટડીયા, શંભુભાઈ  સોજીત્રા,  અનિલભાઈ મકાણી, ડો.કૃણાલ મિસ્ત્રી વગેરેઍ ખાસ હાજરી આપી હતી. સૌજન્ય રામેશ્વર ગ્રુપના સદસ્યો  ધીરુભાઈ છાયાણી, હરેશભાઇ ઢોલરીયા, કિરીટભાઈ છાયાણીઍ ખાસ નાસ્તા અને  અન્ય વ્યવસ્થા કરેલ હતી. રેડક્રોસ સોસાયટી દ્વારા બ્લડસ્ટોરેજની ભવિષ્યમાં વ્યવસ્થા થાય ઍના માટે દાનની અપીલ કરવામાં આવી હતી. આ તકે રેડક્રોસ સોસાયટીના ચેરમેન દિપીપભાઈ શિલું,  કલ્પેશભાઈ છાયાણી,  મેહુલભાઈ, જયસુખભાઈ, ભરતભાઈ, ઓમકારભાઈ,યતીન્દ્રભાઈ વગેરેઍ જહેમત ઉઠાવી હતી.(તસ્વીર-અહેવાલ ઃ ધર્મેશ કલ્યાણી જસદણ)(૨૪.૩)

(12:09 pm IST)