Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ચોટીલા હાઈવે પર મઘરીખડા ગામ પાસે આઈસર અને બાઈક વચ્ચે અકસ્માત:હડાળા ગામનાં યુવાનનુ મોત

જીવલેણ અકસ્માત નિવારવા માટે હાઈવે ઓથોરીટી દ્વારા અહીં બેરીકેટ મુકવામાં આવે તેવી વાહનચાલકો દ્વારા માગણી

ચોટીલા હાઈવે ઉપર મઘરીખડા ગામ પાસે આઈસર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેમાં હડાળા ગામનાં યુવાનું મોત નિપજ્યુ હતું. આ અંગે પોલીસે ર્ાર્યવાહી હાથ ધરી છે.

ચોટીલા હાઈવે ઉપર મઘરીખડા ગામ પાસે નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા કામ ચાલતુ હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. પરંતુ કોઈ સ્થળે બેરીકેટ મુકવામાં આવ્યા નથી. ત્યારે અમદાવાદ બાજુથી પુરઝડપે આવતી આઈશર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેમાં ગંભીર ઇજાઓ થતાં સાયલા તાલુકાનાં હડાળા ગામનાં બાઈકચાલક ભવાનભાઈ ભીમાભાઈ (ઉં.વ-૩૦)નું મોત થયુ હતું. જીવલેણ અકસ્માત નિવારવા માટે હાઈવે ઓથોરીટી દ્વારા અહીં બેરીકેટ મુકવામાં આવે તેવી વાહનચાલકો દ્વારા માગણી કરવામાં આવી છે

(1:19 am IST)