Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

નાગરિકોને વ્યાજબી દરે લોન/ધિરાણ મળી રહે તે ઉદ્દેશ્ય સાથે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા રવિવારે લોન મેળાનું આયોજન

રાષ્ટ્રીય/સહકારી બેન્કનાં પ્રતિનિધીઓ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ તથા જિલ્લામાં આ પ્રકારની લોન સહાય આપતા અન્ય સરકારી વિભાગોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં લોન મેળો યોજાશે

અમરેલી:રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને વ્યાજના ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે ગેર કાયદેસર રીતે વ્યાજખોરી કરતા લોકો સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.  નાગરિકોની સુવિધા અને આર્થિક સ્થિતિને ધ્યાને લેતા વ્યાજબી દરે લોન/ ધિરાણ મળે તે પણ આવશ્યક છે. આ સ્થિતિને ધ્યાને લેતા અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આગામી તા.૫ ફેબ્રુઆરીને રવિવારના રોજ અમરેલી સ્થિત પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સવારે ૧૧.૦૦ વાગ્યાથી લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

 અમરેલી જિલ્લા પોલીસ દ્વારા જરુરિયાતમંદ નાગરિકોને વ્યાજબી દરે લોન/ધિરાણ સરળતાથી મળી શકે તે માટે રાષ્ટ્રીય/સહકારી બેન્કનાં પ્રતિનિધીઓ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ તથા જિલ્લામાં આ પ્રકારની લોન સહાય આપતા અન્ય સરકારી વિભાગોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આ લોન મેળો યોજાશે. આ લોન મેળામાં તમામ જરૂરિયાતમંદ નાગરિકોને જોડાવવા માટે જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે. પોલીસ મદદ માટે સંપર્ક હેલ્પ લાઈન નંબર ૧૦૦, મહિલા હેલ્પ લાઈન નંબર ૧૮૧, સાયબર ક્રાઇમ હેલ્પ લાઈન નંબર ૧૯૩૦ અને પોલીસ કંટ્રોલ રુમ (૦૨૭૯૨) ૨૨૩૪૯૮ પર સંપર્ક કરી શકાશે

(12:38 am IST)