Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

હાપા-સાંત્રાગાછીના વચ્ચે એસી સુપર ફાસ્ટ વિશેષ ટ્રેન, વિશેષ ભાડા સાથે ચલાવાશે

જામનગર તા. ૩ :.. રેલ તંત્ર દ્વારા ઉનાળું વેકેશન દરમિયાન મુસાફરોની સુવિધાઓ માટે હાપાથી સાંત્રાગાછીની વચ્ચે તા. ૬ એપ્રિલથી ર જુલાઇથી વિશેષ ટ્રેન સં. ૦ર૮૩૪ - ૦ર૮૩૩ સાંત્રાગાછી-હાપા સ્પેશીયલ ચલાવવામાં આવશે.

તદઉપરાંત ટ્રેન સંખ્યા ૦ર૮૩૪ સાંત્રાગાછી-હાપા સ્પેશીયલતા. ૬ એપ્રિલથી ર૯ જુન, ર૦૧૮ સુધી (૧૩ ટ્રીપ) પ્રતિ શુક્રવાર રાત્રે ર૧.૦પ કલાકે સાંત્રાગાછીથી ઉપડીને પ્રતિ રવિવાર ૧પ.પ૦ કલાકે હાપા પહોંચશે. પરતમાં ટ્રેન સંખ્યા ૦ર૮૩૩ હાપા-સાંત્રાગાદી સ્પેશીયલ તા.૯ એપ્રિલથી ર જૂલાઇ ર૦૧૮ સુધી (૧૩ ટ્રીપ) પ્રતિ સોમવાર સવારે૧૦.૪૦ કલાકે હાપાથી ઉપડીને પ્રતિ બુધવાર પ.૪પ કલાકે સાંત્રાગાદી પહોંચશે.

આ દરમિયાન માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડીયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નંદુરબાર, અમલનેર, જલગાંવ, ભુસાવલ, મલકાપુર, અકોલા, વડનેરા, વર્ધા, નાગપુર, ગોદીયા, દુર્ગ, રાયપુર, બિલાસપુર, જારસુગુડા, રાઉરકેલા, ચક્રધરપુર, ટાટાનગર તેમજ ખડકપુર સ્ટેશનો પર ઉભી રહેશે.

આ વિશેષ ટ્રેનમાં થર્ડ એસીના ૧૪ કોમ રહેશે તથા આ ટ્રેન વિશેષ ભાડા સાથે ચલાવવામાં આવશે. આ ૦ર૮૩૩ વિશેષ ટ્રેનનું આરક્ષણ બધા જ કોમ્પ્યુટરકૃત મુસાફર આરક્ષણ કેન્દ્રો તથા  IRCTCની વેબસાઇટથી તા. ૬ ફેબ્રુઆરીથી ૧ર૦ દિવસની અગ્રીમ આરક્ષણ સમયગાળા સાથે આરંભ થશે. 

(4:16 pm IST)