Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

રાષ્ટ્રીયકક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા

૪૨૬ યુવા રમતવીરો ગીરનારને સર કરવા કાલે રવિવારે મુકશે દોટ

જુનાગઢ તા. ૩ : ગરવા ગીરનારને આંબવા ચોથી ફેબ્રુઆરીએ સવારે ૭ કલાકે અખીલ ભારતીય ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના માધ્યમે દેશનાં ૯ રાજ્યો અને એક કેન્દ્ર શાસિતપ્રદેશ દિવના મળીને ૪૨૬ સ્પર્ધકો દોટ મુકશે.

૧૧મી રાષ્ટ્રીય ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા અને ગિરનાર આરોહણ કરવા પ્રસ્થાન કરાવવા રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કેબીનેટ મંત્રી અને જુનાગઢ જિલ્લા પ્રભારી જયેશભાઇ રાદડિયા ઉપસ્થિત રહેશે. બપોરે ૧૨ કલાકે સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને મહાનુભાવોનાં હસ્તે ટ્રોફી, પુરસ્કાર અને પ્રશસ્તીપત્રથી સન્માનીત કરવામાં આવશે.

આ વર્ષે ૯ રાજ્યો અને એક કેન્દ્ર શાસીત પ્રદેશ દિવનાં મળીને ૪૨૬ સ્પર્ધકો સ્પર્ધામાં સહભાગી બની રહ્યા છે. જેમાં ગુજરાતના ૧૦૧, મહારાષ્ટ્રના ૩૫, દિવના ૫૫, હરીયાણાના ૩૪, રાજસ્થાનના ૧૦૩, ઉત્તરપ્રદેશના ૨૭, પંજાબના ૧, મધ્યપ્રદેશના ૪૯, ઓરીસ્સાના ૧૭, તેલંગણાના ૪ યુવાઓ તેમનું કૌવત દાખવશે. આ વખતે ૨૩૬ સિનીયર ભાઇઓ, ૧૧૮ જુનિયર ભાઇઓ, ૩૯ સીનીયર બહેનો, ૩૩ જુનિયર બહેનો મળીને ૪૨૬ સ્પર્ધકો ભાગ લઇ રહ્યા છે.

૨૩૬ સિનીયર ભાઇઓને ઓરેન્જ કલરના ચેસ્ટ નંબર, ૧૧૮ જુનીયર ભાઇઓને લાઇટગ્રીન ચેસ્ટ નંબર, ૩૯ સિનીયર બહેનોને બ્લેક ચેસ્ટ નંબર, ૩૩ જુનિયર બહેનોને નેવી બ્લુ ચેસ્ટનંબર એલોટ કરવામાં આવશે. તેમ જિલ્લા રમત-ગમત અધિકારી દિહોરાની યાદીમાં જણાવાયું છે.(૨૧.૨૨)

 

(4:15 pm IST)