Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

મગફળીમાં મોટુ કૌભાંડઃ મોરબી યાર્ડના ડિરેકટર ભોગીયાનો ધડાકો

૯૦૦માં ખરીદેલી મગફળી વર્ષ ૧૩૦૦ થી ૧પ૦૦એ પહોંચે છેઃ સ્ટોરેજ ગોડાઉનમાં ગેરરીતિનો આક્ષેપો

 મોરબી તા.૩ : અત્રેના માર્કેટ યાર્ડના ડિરેકટર કે.પી.ભોગીયાએ મોરબી જીલ્લામાં મગફળીનું સૌથી મોટુ કૌભાંડ થયાના આક્ષેપો સાથે ધગધગતુ નિવેદન કર્યુ છે.

તેઓએ નિવેદનમાં આક્ષેપો સાથે જણાવ્યુ હતુ કે, વિશેષ મગફળી ખરીદે ત્યારે અને જેટલીવાર હેરાફેરી થાય તેટલી કોથળા દીઠ મજુરી ટ્રાન્સપોર્ટ ગોડાઉન ભાડુ તોલાઇ કર્મચારી પગાર મજુરી અને કીટનાશક ખર્ચ તેમજ રખરખાવ ખર્ચ વિમા પ્રિમયમ ખર્ચ અને પછી જયારે આ મગફળી વેચાણ થાય ત્યારે ફરી આ તમામ ખર્ચાઓ સરવાળે આ આંકડો પ્રતિમણ રૂ.૧૩૦૦ થી ૧પ૦૦ પહોંચી જાય. તેમજ કુદરતી નિયમ પ્રમાણે વર્ષાંતે મગફળી ખોરી થઇ જાય જેથી વર્ષ પછી પીલાણ થાય તો અખાદ્ય તેલ નીકળે છે સીંગદાણા ખાઇ ના શકાય ગુણવતા ઘટે, ડેમેજ થાય ખરેખર આ નુકસાનથી બચવા વર્તમાન બજારમાં જે ભાવ હોય તેમાં મહતમ રૂ.૩૦૦ બોનસ આપી આવાંતર યોજના બનાવી ખેડુતોના ખાતામાં સીધા રૂપિયા જમા થાય જેના કારણે આ પ્રક્રિયાનો અંત આવે.

આમ કરાય તો સરકારને ખેડુતને અને કમરતોડ ટેકસ ભરતી આમ જનતાને એમ ત્રિવિધ સ્તરે ફાયદો થાય પરંતુ આ પધ્ધતિમાં ભ્રષ્ટાચારને સ્થાના હોય સરકાર વિચારતી નથી અને આમ જનતાને ઉલ્લુ બનાવે છે. હવે આવનાર દિવસોમાં સિકયુરીટીના અભાવે દસ-દસ દિવસે સ્ટોરેજ મગફળી ગોડાઉનમાં આગ ચોરી તેમજ આજ બારદાનમાં ફેરબદલી કરી નવીની જગ્યાએ જુની મગફળી ધુળ-માટી પથરા ભરી માલ ફેરની શંકાસ્પદ પ્રવૃતિની ભીતી છે.(૩-૧૧)

(4:15 pm IST)