Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

જૂનાગઢ આરોગ્ય સોસાયટી ગવર્નીંગ બોડીની બેઠક

જૂનાગઢ : જિલ્લામાં કાર્યરત જિલ્લા આરોગ્ય સોસાયટી જૂનાગઢની ગવર્નીંગ બોડીની મીટીંગ નીવાસ અધીક કલેકટર પી.વી.અંતાણીની અધ્યક્ષતામાં  કલેકટર કચેરી જૂનાગઢ ખાતે મળી હતી. બેઠકમાં ડ્રીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટીની ગત માસે મળેલ એકઝીકયુટીવ મીટીંગની કાર્યવાહીને બહાલ રાખી વર્ષ ૨૦૧૭-૧૮ના માહે ડિસેમ્બર-૧૭ અંતીત નાણાકીય અને ભૈાતિક કામગીરીની બહાલી આપવામાં આવી હતી.જૂનાગઢ જિલ્લા પંચાયતનાં જિલ્લા કક્ષાએ તથા તાલુકા કક્ષાએ કરાર આધારિત સ્ટાફની રીન્યુઅલ બહાલી, તાલુકા આશા ફેસેલીટરની કરાર આધારીત નિમણુકને બહાલી, ડિસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી જૂનાગઢની દરેક પ્રોગ્રામ સબકમીટીની કાર્યવાહી નોંધની બહાલી, પી.આઇ.પી. ૨૦૧૮-૧૯ તથા એકશન પ્લાનની મંજુરી, સ્ટેટ્યુટરી ઓડીટ ૨૦૧૭-૧૮ના ઓડીટ રીપોર્ટ તથા માહે નવે-૧૭ અંતીત થયેલ કરન્ટ ઓડીટની બહાલી, વર્ષ ૨૦૧૭-૧૮નું મંજુર થઇ આવેલ બજેટ તેમજ સપ્લીમેન્ટરી બજેટ અને ટી.એચ.ઓ કચેરી તથા અન્ય સંસ્થાઓને ફાળવેલ બજેટ તથા ખર્ચ બહાલી વિષયે ચર્ચા સમીક્ષા કરી આદેશ કરવામાં આવ્યા હતા. બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી સી.એ. મહેતા, આર.સી.એચ. ડો. એચ.એચ.ભાયા, ઇ.એમ.ઓ ચંદ્રેશ વ્યાસ, જિલ્લા કયુ એમ.ઓ સંજય કુમાર, આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલ તાલુકા બ્લોક ઓફીસરો ઉપસ્થિત રહ્યા હતા.

(12:50 pm IST)