News of Saturday, 3rd February 2018

દાણીધારધામના આંગણે ૩૬૫ દિવસ શ્રી વિષ્ણુ સંવત્સર મહાયજ્ઞ

કાલાવડ તાલુકાની પાવન ભૂમીમાં સોમવારના શુભ દિવસથી યજ્ઞનો થશે પ્રારંભઃ એક વર્ષમાં ૧૮ હજાર કરોડ મંત્રોચ્ચાર થશેઃ૧૫૦૦ યજમાનો બિરાજશેઃ દરરોજ સવારે ૬ થી સાંજે ૬ સુધી યજ્ઞ ચાલશે

રાજકોટ,તા.૩: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં દાણીધારધામ મુકામે આવેલ શ્રી નાથજીદાદાની જગ્યામાં મહાધર્મોત્સવ શરૂ થઈ રહયો છે. એક વર્ષ સુધી શ્રી વિષ્ણુ સંવત્સર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.

શ્રીનાથજીદાદાની પાવનકારી તેમજ શ્રી ઉપવાસીબાપુની તપોભૂમિ તરીકે દાણીધારની જગ્યામાં શ્રીનાથજીદાદા સાથે અન્ય ૧૧ શિષ્યોની તથા મોર્તીરામ શ્વાનની જીવતા ચેતન સમાધીઓ શોભે છે. તેવી ભૂમિમાં શ્રીઉપવાસીબાપુની પ્રેરણાથી ૧૩ સમાધિઓની ચેતનામાં તેજ અને સર્વ જનકલ્યાણ અર્થે ૩૬૫ દિવસ શ્રીવિષ્ણુ સંવત્સર મહાયજ્ઞનો તા.૫ના સોમવારથી પ્રારંભ થઈ રહયો છે.

આખુ વર્ષ ચાલનાર આ યજ્ઞમાં કુલ ૧૫૦૦ યજમાનો બિરાજશે. એક વર્ષમાં ૧૮ હજાર કરોડ મંત્રોચ્ચાર થશે. દરરોજ વહેલી સવારે ૬ વાગ્યાથી સાંજના ૬ સુધી મંત્રોચ્ચાર થશે. ૧૪ બ્રાહ્મણો દ્વારા મંગોચ્ચાર થશે. યજ્ઞમાં દરરોજ ચાર યજમાનો બિરાજશે.

આ પ્રસંગે શ્રીચત્રભુજદાસજી બાપુ (શ્રીઉપવાસીબાપુ)ની મુર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ મંદિરના નિર્માણ અર્થે શ્રી વિષ્ણુ સવંત્સર મહાયજ્ઞના મંત્રોચ્ચારની સાથે-સાથે એક પથ્થર મુકીને થશે. જેનું ખાતમુર્હુત તા.૧૯ફેબ્રુઆરીના કરવામાં આવશે. જેમાં શ્રી ઉપવાસીબાપુની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે.

આ મહાયજ્ઞમાં બિરાજવા તેમજ વધુ માહિતી માટે શ્રીનાથજીદાદા ટ્રસ્ટ, શ્રી નાથજી દાણીધાર ગૌશાળા ટ્રસ્ટ, મુ.દાણીધારધામ, તા.કાલાવડ (શિતલા), જી.જામનગર મો.૯૯૦૯૦ ૧૪૧૪૬

આયોજનમાં સર્વેશ્રી પ્રવિણસિંહ ચોહાણ, હનુભા ડાભી, સંજયસિંહ વાઘેલા, હેમતસિંહ ચાવડા, પ્રતાપસિંહ ભટ્ટી, મુકેશસિંહ ભટ્ટી, અનિરૂધ્ધસિંહ વાળા અને રણજીતસિંહ ભટ્ટી જોડાયા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

અમરનાથ યાત્રા

શ્રીનગરઃ અમરનાથ યાત્રા માટે ૧લી માર્ચથી રજીસ્ટ્રેશન શરૂ થશેઃ ર૮ જુનથી યાત્રા શરૂ થશેઃ પંજાબ નેશનલ બેંક, જમ્મુ-કાશ્મીર બેંક અને યશ બેંકની ૪૪૦ શાખાઓમાં રજીસ્ટ્રેશન કરાવી શકાશેઃ યાત્રા ર૬ ઓગષ્ટે પુરી થશે.

યજ્ઞની વિશિષ્ટાઓ

૧૪ બ્રાહ્મો અને યજમાન દંપતિઓ દ્વારા પુજન અર્ચન-હોમહવન

 દરરોજ ત્રણ પ્રહારો (સવાર- બપોર અને સાંજ હોમાત્મક વિધી)

 વૈદિક ઋચાઓથી હોમ-હવન

 પુજનમાં હંમેશા ૪ યજમાન દંપતિ સાતક બેસી શકશે તેઓ દ્વારા આહુતિ તથા બ્રાહ્મણો દ્વારા આહુતિ અપાશે

નવ કાષ્ટની સાથે ગાયનું ઘી, જવ, તલ, વગેરે યુકત દરરોજ આહુતિઓ...

યજ્ઞ પ્રારંભે શ્રી લક્ષ્મી-નારાયણની પંચધાતુની મૂર્તિઓ (યજમાન મુજબ)ની પૂજન વિધી ૩૬૫ દિવસ કરવામાં આવશેઃ તે જ મૂર્તિઓ દરેક યજમાનને યજ્ઞનાં અંતે પ્રસાદીરૂપે આપવામાં આવશે

(11:56 am IST)
  • વેરાવળના ડાભોર ગામે નવજાત બાળકી મળી : બાવળની જાળીમાં કોઈએ તરછોડી દીધેલી માસૂમ બાળકીને પોલીસે સારવાર હેઠળ ખસેડી access_time 5:54 pm IST

  • બાબા અમરનાથના ભક્તો માટે ખુશખબર : ૨૮ જૂનથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ તીર્થ યાત્રા માટે એડ્વાન્સ રજિસ્ટ્રેશન ૧લી માર્ચથી શરૂ થશે : દેશભરમાં પંજાબ નેશનલ બેન્ક, જમ્મુ- કાશ્મીર બેન્ક, યશ બેન્કની ૪૩૦ શાખામાં અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન ૧લી માર્ચથી શરૂ થઈ જશે. access_time 3:04 pm IST

  • જમ્મુ કાશ્મીરના ત્રાલમાં સીઆરપીએફના કાફલા ઉપર ગ્રેનેડ હુમલોઃ ૨ જવાન તથા ૨ સ્થાનિક લોકો ઇજાગ્રસ્ત access_time 3:33 pm IST