Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

ગોંડલમાં બંધ મકાનમાંથી ૫ લાખની મત્તાની ચોરી

અકસ્માતમાં ઘાયલ અને રાજકોટ હોસ્પિટલમાં દાખલ પાલિકાના કર્મચારી જગદીશસિંહ જાડેજાનું ઘર તસ્કરો સાફ કરી ગયા

ગોંડલ તા. ૩ :  શહેરના શિવનગરમાં બંધ મકાનમાં તસ્કરોએ પરોણા કરી અકસ્માતમાં ઘાયલ એવા નગરપાલિકાના કર્મચારીના ઘરમાં હાથફેરો કરી રૂપિયા પાંચ લાખના મુદ્દામાલની ચોરી કરી જતાં સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના શિવ નગર સોસાયટીમાં રહેતા અને નગરપાલિકામાં રોજમદાર તરીકે ફરજ બજાવતા જગદીશસિંહ અજીતસિંહ જાડેજાના ઘરમાં ગત રાત્રીના તસ્કરોએ પરોણા કરી કબાટમાં રાખેલ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા ૧૦,૦૦૦ મળી કુલ રૂ પાંચ લાખ ના મુદ્દામાલની ચોરી કરી જતા સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.ઘટનાના ફરિયાદી મયર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે તેઓનામાં જગદીશસિંહ ગત શનિવારના મોવૈયા ગામે હજરત પીર બાપુના મંદિરે ચાલીને દર્શન કરવા જઈ રહ્યાં હોય કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતાં તેઓ ગંભીર રીતે ઘવાતા તેઓને રાજકોટ હોકાટ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે સમગ્ર પરિવાર ત્યાં સારવારમાં હોય તસ્કરોએ બંધ મકાનમાં ત્રાટકી ઘર સાફ કરી ગયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસની ઢીલી નીતિના કારણે શહેરમાં તસ્કરોને ચોરી કરવા મોકળું મેદાન મળી ગયું છે રોજબરોજ અનેક ચોરીની ઘટના બની રહી છે પોલીસ તેની ખાખીની બતાવે તેવી માંગ ઉઠવા પામી છે.

(11:51 am IST)
  • કાલનો બૂથ ઉપરનો મતદાર યાદી કાર્યક્રમ કેન્સલ કરતું ચૂંટણી પંચ હવે ૧૧ મીના રવિવારે ખાસ ઝૂંબેશઃ આવતીકાલનો બૂથ ઉપર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-ગ્રામ પંચાયત ચૂંટણી સંદર્ભે કેન્સલઃ હવે ૧૧ મીએ રાજકોટ શહેર-જીલ્લાના ર૧પ૮ મતદાન મથકો ઉપર સવારે ૧૦ થી સાંજે ૬ સુધી બીએલઓ દ્વારા ફોર્મ અપાશેઃ સ્વીકારાશેઃ આજ સુધીમાં ૧ર હજાર જેટલા નવા ફોર્મ ભરાયા access_time 12:01 pm IST

  • એર ઇન્ડિયાના નવા માલિક અંગે જૂનના અંત સુધીમાં સ્પષ્ટતા થઇ જશે. સરકારનું લક્ષ્ય છે કે ડિસેમ્બર સુધીમાં તેની સાથે જોડાયેલી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરી લેવાશે. તેના બાદ હરાજીમાં સંપત્તીને ટ્રાન્સફર કરવામાં આવશે તેમ ઉડ્ડ્યન મંત્રી જયંત સિન્હાએ જણાવ્યું હતું. access_time 3:11 pm IST

  • અમદાવાદના ચાણકય બ્રીજ પાસે મારૂતિ વાન ભળભળ સળગી : કોઈ જાનહાની નથી access_time 5:54 pm IST