Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

ઉનાના અશ્વિનભઇ મહેતા મેરેથોન દોડમાં જોડાઇને કેન્સર જાગૃતિનો સંદેશો ફેલાવશે

ગાયનું દૂધ અને ગૌ મૂત્રથી કેન્સરને અગળ વધતું અટકાવ્યું : પ્રાથમિક શાળાના શિક્ષક અશ્વિનભાઇ દ્વારા ૧૦ વર્ષથી કેન્સર જાગૃતિનું અનોખુ અભિયાન

ઉના તા. ૩ :.. ઉના તાલુકાની (સીમ) પ્રાથમિક શાળાના આચાર્ય અશ્વિનભાઇ હરિશંકર મહેતા (ઉ.પ૧) કેન્સર પીડીત  છે. તેમને તમાકુ અને પાન-મસાલા ખાવાની ટેવને કારણે ર૦૦૬ માં મોઢાનું કેન્સર થયુ હતું ર૦૦૭ માં ઓપરેશન કરાવી ૩૧ શેક લઇ મોતને નજીકથી જોઇ લીધુ હતું ત્યારબાદ ગાયનું દૂધ અને ગૌ મુત્રથી કેન્સરને આગળ વધતુ અટકાવી તંદુરસ્ત જીંદગી જીવે છે.

લોકોમાં કેન્સર અંગે જાગૃતિ લાવવા મહા અભિયાન શરૂ કરી પોતાના ખર્ચે તમાકુ પાન, માવાથી કેન્સર થાય છે. તેનો પ્રચાર, પ્રસાર કરે છે. લોકોને વ્યસન મુકત કરવા અપીલ કરે છે.

છેલ્લા ર વર્ષથી હાફ મેરેથોન દોડયો કિ. મી. ની રાજકોટ, જામનગર, સુરત, બેંગ્લોર, અમદાવાદ, ભાવનગર, દિલ્હી, વડોદરા, વાપી વિગેરે ગામોમં જઇ દોડ પુરી કરી અને જો વ્યસન મુકત થવાથી કેટલી તાજગી, સ્વાસ્થય, શકિત મળે છે. તેનો પ્રચાર કરે છે. લોકોમાં વ્યસન મુકતીનો સંદેશો ફેલાવે છે. ભાવનગર, વડોદરામાં આયોજકોએ તેમના કાર્યથી પ્રોત્સાહીત થઇ ૧૦ હજાર પ હજારનું ઇનામ મેડલ આપી સન્માનીત કરેલ હતાં.

હાલમાં સાત ગામોને પાણી  સેવા કરી ગૌરક્ષાનો સંદેશો આપે છે. ગૌ મુંત્ર, દૂધથી કેન્સર મટી શકે છે. તેનો સંદેશો ફેલાવેછે.કાલે તા. ૪ ફેબ્રુ. ના રોજ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી માટે મહારાષ્ટ્રના અહેમદનગરમાં મેરોથન દોડ હોય ત્યાં ભાગ લેવા રવાના થયા છે. ત્યં દોડમાં ભગ લઇ વ્યસન મુકિતનો સંદેશો આપશે. તેમને બધા રાજયોમાં ૧૦૧ મેરોથન દોડ પુરી કરવાની ઇચ્છા છે.

(11:50 am IST)