Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

કેન્દ્રના પ્રજાલક્ષી બજેટને આવકારતા જસદણના પૂર્વ ધારાસભ્ય ડો. બોધરા

જસદણ, તા. ૩ :  જસદણ ભાજપના પૂર્વ ધારાસભ્યો ડો. ભરતભાઇ બોઘરાએ જણાવ્યું હતું કે કેન્દ્રના આ ખેડૂતલક્ષી બજેટથી ખેડૂતોને તેમની મહેનતના પ્રમાણમાં પોષણક્ષમ ભાવ મળશે. ટેકાના મહેનતના પ્રમાણમાં પોષણક્ષમ ભાવ મળશે. ટેકાના લઘુતમ ભાવ દોઢ ગણા થયા છે. ર૦રર સુધીમાં દરેક ગરીબને ઘર, ગરીબ લોકોને વીજ જોડાણ, સમાજના નાના વર્ગને આરોગ્ય વીમાનો લાભ વગેરે યોજના આવકારદાયક છે.

જસદણ-વિંછીયા પંથકના ગરીબ અને મધ્યમવર્ગને કેન્દ્રના ખેડૂત લક્ષી -ગામડાલક્ષી બજેટથી મોટો ફાયદો થશે. સીતેર લાખ નવી નોકરી, આઠ કરોડ મહિલાઓને મફત ગેસ જોડાણ તમામ રેલ્વે લાઇન બ્રોડગેજ કરવા સહિતના નિર્ણયથી સમાજના છેવાડાના માનવીને બજેટનો લાભ મળશે શ્રીમંત અને ગરીબ વચ્ચેનું અંતર ઘટશે અને આર્થિક સમતુલા તરફ પ્રયાસ થશે તેમ અંતમાં જસદણ ભાજપના પૂર્વ ધારાસભ્ય ડો. ભરતભાઇ બોઘરાએ જણાવ્યું હતું.

(11:45 am IST)