Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

સૌભાગ્યસુંધી સંઘ પાલીતાણામાં

રાજમાર્ગો સાંકડા બનશે સાંજે તળેટીએ મહાપુજા

ભાવનગર તા.૩: ઘોઘાથી પાલીતાણાના ૧૫ દિવસના છ કઠોર નિયમોના પાલનપૂર્વકના પગવાળા યાત્રિક સંઘનું આયોજન સુમેરપુર-મુંબઇના સૌભાગ્યસુધર પરિવારે અદકેરી ઉદારતાથી કર્યુ છે તે ભાવનગર જિલ્લાના પ્રખ્યાત જૈન તીર્થધામોની પરિક્રમા કરતો કરતો આજે ઘેટી-આદપુર પાસેના સિધ્ધવડ પાસે વિશ્રામે રહ્યો હતો. આ સંઘનું નેતૃત્વ જૈનાચાર્યશ્રી કીર્તિયસુરિજી મહારાજ કરી રહ્યા છે. છેલ્લા પાંચેક દિવસથી ૩૦૦ સાધુ-સાધ્વીજી આમાં પધાર્યા છે તો ૧૨૦૦ થી ૧૫૦૦ યાત્રિકો અને અતિથિઓએ સંઘમાં હાજરી આપી છે. આ બધા યાત્રિકોની સેવા માટે ૧૦૦૦ માણસોનો સ્ટાફ રખાયો છે.

આ સંઘમાં પ્રવચન પ્રભાવક આચાર્ય શ્રી કીર્તિયશસુરિજી મહારાજના પ્રવચનો જબ્બર આકર્ષણ બન્યા છે  મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બંગાલ જેવા રાયોમાંથી સેંકડો ભાવિકો આવેલા હોવાથી તેમને સમજાય તે માટે પ્રવચન ખાસ હિંદી-રાષ્ટ્રભાષામાં રખાયા છે.

આ સંઘયાત્રામાં રોજ નવા નવા તીર્થોના પ્રભુજી અને કોરણીના લાઇવ ચિત્રપટો ગોઠવીને સાક્ષાત દર્શનનો આનંદ અપાય છે. લાઇટ અને સાઉડથી ચિત્રો જીવંત બને છે. રોજ ઉષાભકિત-સંધ્યાભકિત સ્તાત્રપુજા, સંઘવી બહુ મતીના વિરૂલ દ્રશ્યો જોવા મળે છે. વિવિધ નર્તક મંડળીઓ અને પાણીના ફુવ્વારાઓ રોશનીઓ અને જુદા જુદા શહેરમાં બેન્ડો, વાદ્યમંડળીઓ દ્વારા દિવ્યતાનું સર્જન થાય છે.

આજે સિધ્ધવડ દેરીના દર્શન બાદ ગિરિરાજ શત્રુંજયના મોતી-રભોથી વધામણાં થયા સંઘવી પરિવારના મામા-માસી પરિવારે સુંધી સન્માન કર્યુ સંઘવીએ પણ આસન પ્રભાવકોનું બહુમાન કર્યુ.

સવારે ૮-૩૦ વાગે પાલીતાણામાં આણંદજી કલ્યાણજી પેઢીથી પ્રવેશયાત્રા ચડી તલેટી યાત્રા કરશે. બપોરે ૨ વાગે ભવન પાસે મંડપમાં ઉછામણી પ્રવચન થશે અને સાંજે તલેટીની મહાપૂજા યોજવામાં આવશે.

(11:45 am IST)