Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

જવલંત મકવાણાએ ત્રણ ગોલ્ડમેડલ મેળવી ગોંડલનું નામ ગુંજતુ કર્યુ

ગોંડલ તા.૩ : બરોડા મુકામે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં યોજાયેલ ૬૬માં પદવીદાન સમારોહમાં ગોંડલના જીન પ્લોટમાં રહેતા રીટાયર્ડ વાયરલેસ પીએસઆઇ આર.પી.મકવાણા તથા હિનાબેન આર. મકવાણાના સુપુત્ર શ્રી જવલંત આર. મકવાણાને ત્રણ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવેલ. પહેલો મેડલ સમગ્ર કેમિકલ એન્જીનીયરીંગ ડિપાર્ટમેન્ટમાં પ્રથમ આવવા બદલ અને બીજા બે મેડલ પ્રોજેકટ અને રિર્સચ સેમીનાર વર્કમાં પ્રથમ આવવા બદલ યુનિવર્સિટીના રાજમાતા તથા વાઇસ ચાન્સેલર દ્વારા એનાયત કરવામાં આવેલ હતા. આ પ્રમાણે શ્રી જવલંતે ત્રણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ગોંડલનું ગૌરવ વધારેલ છે.

(11:45 am IST)