Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

માળીયામિંયાણા હાઈવે પર ત્રિ-ચોકડી નજીક થી ડબલ મર્ડર કેસમાં આવી ગયેલા શખ્સને દેશી તંમચો અને બે જીવતા કારટીસ સાથે દબોચ્યો

અગાઉ ભુજ ડબલ મર્ડર કેસમાં આવી ગયેલા શખ્સ પાસેથી દેશી તમંચો ત્રણ જીવતા કારટીસ અને બે મોબાઇલ ફોન સહીત કુલ રૂ.૮,૧૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો

માળીયામિંયાણા : માળીયામિંયાણા હાઈવે પર ત્રિ-ચોકડી નજીક થી ડબલ મર્ડર કેસમાં આવી ગયેલા શખ્સને દેશી તંમચો અને બે જીવતા કારટીસ સાથે દબોચ્યો લીધો હતો.

અગાઉ ભુજ ડબલ મર્ડર કેસમાં આવી ગયેલા શખ્સ પાસેથી દેશી તમંચો ત્રણ જીવતા કારટીસ અને બે મોબાઇલ ફોન સહીત કુલ રૂ.,૧૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો 

 માળીયામિંયાણા પોલીસે હાઈવે પર પેટ્રોલીંગ દરમ્યાન ડબલ મર્ડર કેસમાં આવી ગયેલ શખ્સ ને હાઈવે પરની ત્રિ-ચોકડી નજીક થી ઝડપી લેવામાં માળીયા પોલીસ ને સફળતા મળી છે મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ની સુચના થી નગરપાલિકા ની ચૂંટણીને અનુસંધાને ગેરકાયદેસર હથિયાર ની હેરફેર પર બાજ નજર રાખી ગુના ને અંજામ આપતા ગુનેગારોને ઝડપી લેવા માળીયા પીએસઆઈ જે.ડી.ઝાલા ના માર્ગદર્શન હેઠળ સ્ટાફ ના પોલીસ કોન્સ્ટેબલ મહીપતસિંહ સોલંકી તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ ઝાલા રમેશભાઈ રાઠોડ વિપુલભાઈ પટેલ અને પ્રવિણભાઈ પટેલ સહીતના માળીયા ટાઉન વિસ્તાર માં પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન મહીપતસિંહ સોલંકી ને ખાનગીરાહે બાતમી મળી હતી કે ભુજ ડબલ મર્ડર કેસ માં સંડોવાયેલ સલીમ સુભાનભાઈ મિંયાણા હાઈવે પરથી ગેરકાયદેસર હથિયાર લઈ નિકળવાનો હોય જેથી પોલીસ સ્ટાફે ત્રિચોકડી પાસે વોચ ગોઠવી હતી તે દરમ્યાન ત્યાથી પસાર થતા શખ્સ ને રોકી પુછતાછ કરી તલાસી લેતા હકીકત વાળો શખ્સ હોવાનુ અને તેની પાસે ગેરકાયદેસર હથિયાર નિકળતા આરોપી સલીમ સુભાનભાઈ કટીયા મિંયાણા . ૨૫ રહે.વિશાલા હોટેલ પાછળ માળીયા વાળા પાસે થી દેશી બનાવટ નો તમંચો કિંમત રૂ.,૦૦૦ તથા ત્રણ જીવતા કારટીસ કિંમત રૂ.૧૫૦ અને એનડ્રોઈ મોબાઈલ ફોન કિંમત રૂ.,૦૦૦ તેમજ એક અન્ય સેમસંગ સાદો મોબાઈલ ફોન કિંમત રૂ.,૦૦૦  સહીત કુલ રૂ.,૧૫૦ નો મુદામાલ જપ્ત કરી ઝડપાયેલ આરોપી અગાઉ ભુજ ડબલ મર્ડર કેસ માં આવી ગયેલ હોય જેની સામે ગુનો નોંધી ધોરણસર ની કાર્યવાહી કરેલ છે

(9:20 am IST)