Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

લઘુતમ તાપમાન બે ડિગ્રી ઘટતા જુનાગઢમાં ગુલાબી ઠંડી

ગિરનાર ખાતે ૧ર.૪ ડિગ્રી ઠંડી

જુનાગઢ તા. ર : લઘુતમ તાપમાન બેડિગ્રી ઘટતા આજે સવારે જુનાગઢ-વિસ્તારમાં ગુલાબી ઠંડી અનુભવાઇ હતી.

મંગળવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૯.૪ રહ્યા બાદ રાત્રે ગરમીનો સામનો કરવો પડયો હતો પરંતુ આજે સવારે લઘુતમ તાપમાન બેડિગ્રી ઘટીને ૧૭.૪ ડિગ્રી નોંધાયું હતું ગિરનાર પર્વત ખાતે સવારે ૧રપ ડિગ્રી તાપમાન રહ્યું હતું.

સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા રહેતા ઠંડક રહી હતી પવનની પ્રતિ કલાકની ઝડપ ત્રણ ડિગ્રીની નોંધાઇ હતી.

(1:02 pm IST)