Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

માળીયા: કુંભારીયા ગામે ઉજ્જવલા યોજના અંતર્ગત ગૃહિણોઓને ગેસ સિલિન્ડર અર્પણ કરતાં રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા.

મોરબી : કેન્દ્ર સરકારે અસુરક્ષિત ઇંધણનો ઉપયોગ કરતી ભારતની તમામ મહિલાઓને ઘરેલુ એલપીજી ગેસ પૂરો પાડ્યો છે.  મહિલાઓ રસોઈ માટે જે લાકડાનો ઉપયોગ કરે છે તે તેમના શરીર માટે ખૂબ જ હાનિકારક છે અને તે મહિલાઓના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.  તેથી, કેન્દ્ર સરકારે દરેક ઘરમાં ગેસની સુવિધા માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરુ કરી છે ત્યારે આજે મોરબી-માળીયા(મીં)ના કુંભારીયા ગામે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ  મેરજાના હસ્તે પાંચ ગામની ગૃહિણીઓને ઉજ્જવલા યોજના અંતર્ગત રાંધણ ગેસના સિલિન્ડર અને ચુલા અર્પણ કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે મંત્રી બ્રિજેશભાઈ  મેરજાની આગેવાનીમાં મોરબી જિલ્લામાં રસ્તા, સિંચાઈ, વિજળી અને પાણી-પુરવઠા સહિતના અનેક ક્ષેત્રોમાં વિકાસના કામો થયા છે જેથી વિવિધ ગામના આગેવાનોએ મંત્રી બ્રિજેશ બહુમાન કર્યું હતું. આ તકે મોરબી-માળીયા(મીં) પંથકના ૬૦૦થી વધુ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

 આ તકે મોરબી નગરપાલિકા ઉપ-પ્રમુખ જયરાજસિંહ જાડેજાએ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ  મેરજાએ કરેલ પરિણામ લક્ષી કામગીરીને જાહેરમાં બિરદાવી હતી. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ રાજ્ય સરકારમાંથી મોરબી પંથક માટે રૂ.૧૫૦૦ કરોડ જેટલા વિકાસ કામો રાજ્ય મંત્રીબ્રિજેશ મેરજા લાવ્યા તેવું જણાવ્યું હતું,


આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખરમેશભાઇ રાઠોડ, જિલ્લા ભાજપ મહામંત્રી બાબુભાઇ હુંબલ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિ અધ્યક્ષ જયંતિભાઈ પડસુંબીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાંસદડીયા, ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઇ અંદરપા, મોરબી તાલુકા પંચાયતના સભ્યો સહકારી આગેવાનો તથા સંગઠનના હોદ્દેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.આ પંથકના અગ્રણી આર.કે.પારેજીયા, જિલ્લા પંચાયત સભ્ય, કેતનભાઇ વિડજા, તાલુકા ભાજપ પ્રમુખ મણીલાલ સરડવા, મહામંત્રી અરજણભાઇ હુંબલ તથા પ્રવિણભાઇ અવાડીયા, વેજલપર ગ્રામ પંચાયત સરપંચ હરેશભાઇ સહિત માણાબા, વાધરવા, ખાખરેચી, જુના ઘાંટીલા વિગેરે ગામોના સરપંચો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
 બાદ રોહીશાળા ગામના ચંદુભાઇના માતાના નિધન અન્વયે રૂબરૂ મુલાકાત લઇ બ્રિજેશભાઈ મેરજાએ સાંત્વના પાઠવી હતી. રોહીશાળા ગામે પ્રાથમિક શાળાના ભૂલકાઓ સાથે સંવાદ પણ કર્યો હતો. ગુજરાત સરકારના સેવાસેતુ કાર્યક્રમનો રોહીશાળા ગામે મંત્રીબ્રિજેશ મેરજાએ ખુલ્લો મુકયો હતો. જેમાં તાલુકાના સંબંધિત અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.આ ઉપરાંત તાલુકા પંચાયત સભ્ય ચંદુભાઇ લાવડીયા, અશોકભાઇ બાવરવા, ઠાકોર સમાજના અગ્રણી ચંદુભાઇ કોળી તથા ગુજરાત પ્રદેશ યુવા ભાજપા સભ્ય રૂચિરભાઇ કારીયા ઉપસ્થિત રહ્યાં હતાં.

 

(11:50 pm IST)