Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

મોરબીમાં ગાંધી જયંતીએ કોંગ્રેસ દ્વારા તૂટેલા પીપળી-જેતપર રોડ પર બાઈક રેલી યોજાઈ.

પ્રજાના પ્રશ્નને વાચા આપવા બાઈક રેલી યોજાઈ.

મોરબી : આજે ગાંધી જયંતી નિમિતે જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બિસ્માર હાલતમાં રહેલા પીપળી-જેતપર રોડ પર બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા અને બિસ્માર રસ્તા મામલે સરકાર જાહેરાતો કરવાને બદલે કામ કરે તેવી માંગ કરી હતી

ગુજરાત વિધાનસભા ચુંટણી નજીક છે ત્યારે હવે રાજકીય પક્ષો એક્ટીવ બન્યા છે અને આજે ગાંધી જયંતી તેમજ પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની સ્મૃતિમાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે આ બાઈક રેલી શહેરના રાજમાર્ગો પર યોજવાને બદલે કોંગ્રેસ સમિતિએ નવતર પ્રયોગ કર્યો હતો મોરબીનો પીપળી જેતપર રોડ અતિ બિસ્માર હાલતમાં છે જે રોડ બનાવવા જાહેરાતો કરવામાં આવી છે પરંતુ રોડ બનતો નથી
જેથી આજે કોંગ્રેસ દ્વારા બાઈક રેલી યોજી પ્રજાના પ્રશ્નને વાચા આપવા પ્રયત્ન કર્યો હતો જે બાઈક રેલી રામધન આશ્રમથી શરુ કરીને મહેન્દ્રનગર ચોકડી, પીપળી રોડ, જેતપર રોડ પર ફરીને અણીયારી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી બાઈક રેલીમાં પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ જે પટેલ અને મુકેશભાઈ ગામી સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા.

 

(11:48 pm IST)