Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

ટંકારાના નવયુગ શૈક્ષણિક સંકુલમાં “થનગનાટ” નવરાત્રી મહોત્સવ ઉજવાયો.

મોરબી :  હાલ નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે જેમાં નવયુગ શૈક્ષણિક સંકુલમાં કે.જીથી કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે થનગનાટ નવરાત્રીના કાર્યક્રમની ધામધૂમટ અને હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી

થનગનાટ નવરાત્રી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી સાથે જ આદ્યશક્તિને છપ્પનભોગ પ્રસાદ ધરાવવામાં આવ્યા હતા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ રાસ ગરબાની મોજ માણી હતી જેમાં સારા પરફોર્મન્સને ધ્યાનમાં લઈને અલગ અલગ ગ્રુપને નંબર આપવામાં આવ્યા હતા જેમાં પ્રિન્સ-પ્રિન્સેસ, વેલ ડ્રેસ, બેસ્ટ એક્શન અને ગીફ્ટ, મોમેન્ટો આપી પ્રોત્સાહનમાં વધારો કર્યો હતો
કાર્યક્રમને સફળ બનાવવા તમામ સ્ટાફ મિત્રોની જહેમત અને મહેનતને સંસ્થાના પ્રમુખ પી ડી કાંજીયા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

 

(11:43 pm IST)