Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

મોરબીમાં મચ્છુ નદીના કાંઠેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો: બે આરોપીની શોધખોળ.

મોરબીના વિસીપરા અમરેલી રોડ પર મચ્છુ નદીના કાંઠેથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૭૨ બોટલનો મુદામાલ જપ્ત કર્યો છે તો બે આરોપી નાસી જતા ગુનો નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી છે

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમે બાતમીને આધારે અમરેલી રોડ પર ઈંટના ભઠ્ઠા પાછળ મચ્છુ નદીના કાંઠે દરોડો કર્યો હતો જેમાં સ્થળ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૩૬ અને અન્ય બ્રાંડની ૩૬ બોટલ મળી કુલ ૭૨ બોટલ ઈંગ્લીશ દારૂ કીમત રૂ ૪૦,૩૨૦ નો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ રેડ દરમીયાન આરોપી રોહિત ઉર્ફે બલ્લુ બાબુભાઈ અગેચણીયા અને કિરીટ બાબુભાઈ અગેચણીયા રહે બંને પ્રજાપત કારખાના પાછળ વાડી વિસ્તાર વાળા નાસી જતા બંને વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

(11:41 pm IST)