Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

ભૂપેન્‍દ્રભાઈ પટેલ કચ્‍છમાં: માતાના મઢે દર્શન કરશે

ગાંધીધામમાં એનેક્‍સી ભવન, ભદ્રેશ્વરમાં ઇન્‍ડસ્‍ટ્રીયલ પાર્કનું ઉદઘાટન કરી માતાના મઢ જશે

ભુજ, તા.૧: મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ આજે તારીખ ૧ ઓક્‍ટોબરના રોજ કચ્‍છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ બપોરે ૨.૦૦ કલાકે કંડલા એરપોર્ટ ખાતે આવી પહોંચશે. મુખ્‍યમંત્રીશ્રી ગાંધીધામ ખાતે ગાંધીધામ ચેમ્‍બરના એનેક્‍સી ભવનનું ઉદઘાટન કરશે. ત્‍યારબાદ તેઓ અંજાર ખાતે વેલસ્‍પન કંપનીના પ્‍લાન્‍ટના ઉદ્‍ઘાટન પ્રસંગે હાજરી આપશે. આ કાર્યક્રમ બાદ તેઓ ભદ્રેશ્વર અને હટડી ગામ ખાતે પોર્ટ બિઝ ઈન્‍ડસ્‍ટ્રીયલ પાર્કના ઉદ્‍ઘાટન પ્રસંગે ઉપસ્‍થિત રહેશે. ત્‍યારબાદ મુખ્‍યમંત્રીશ્રી અનુકૂળતાએ માતાના મઢ ખાતે દર્શનાર્થે જશે. ત્‍યારબાદ સાંજે ૬.૦૦ કલાકે ભુજ એરપોર્ટથી ગાંધીનગર જવા રવાના થશે.

(11:32 am IST)