Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયુ

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના પગલે દરિયો તોફાની બન્યો :માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના

ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના પગલે દરિયો તોફાની બન્યો છે. દરિયામાં કરંટ વધતા વહીવટી તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે

 . સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આગામી 48 કલાક સુધી 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.છેલ્લા બે દિવસથી ગીર સોમનાથમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ગીર સોમનાથમાં વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં વેરાવળના પડંવા, ભેટાળી, માથાશુરીયા, લુભા, કોડીદ્રા અને આજુબાજુના ગામોમાં ખેતરોમાં પાણી ભરાયા છે. તેમજ પાણી ભરાતા ખેતરો બેટમાં ફેરવાયા છે. વેરાવળના આસપાસના ગ્રામ્યમાં ધીમી ધારે વરસાદ યથાવત છે.

(12:17 am IST)