Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

ધ્રોલ અને જામનગર તાલુકામાં મેઘરાજા હાથતાળી આપતા અને વરસાદની ઘટના લીધે ખેડૂતોમાં ચિંતા

જામનગર જિલ્લામાં સવા લાખ હેક્ટરનું વાવાતેર ;વાવેતર બાદ વરસાદ ખેંચાઇ જતા મૌલાત પર સંકટ

સોરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં સારા વરસાદથી વાવાણી થઈ ચૂકી છે અને વાવણી બાદ સારો વરસાદ પણ થયો છે. પરંતુ જામનગર જિલ્લાના ધ્રોલ અને જામનગર તાલુકામાં વરસાદ ખેંચાતા અને વરસાદની ઘટના લીધે ખેડૂતો મુંજાયા છે. જામનગર જિલ્લામાં સવા લાખ હેક્ટરનું વાવાતેર થઈ ચૂક્યું છે, પરંતુ વાવેતર બાદ વરસાદ ખેંચાઇ જતા મૌલાત પર સંકટ ઉભુ થયું છે. જોકે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેથી ખેડૂતોને વાવણી બાદ સારા વરસાદની આશા બંધાય છે.

કેટલીક જગ્યાએ છુટોછવાયો વરસાદ થતા ખેડૂતોએ વાવણી કરી છે, પરંતુ હજુ પણ ખેડૂતો સારા વરસાદની રાહ જોઈને બેઠા છે. જિલ્લામાં મગફળીનું 63 હજાર હેકટર અને કપાસનું 59 હજાર હેકટરનું વાવેતર થયું છે. 28મી જૂન સુધીના આંકડા પ્રમાણે ધ્રોલ તાલુકામાં 10,206 હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. કાલાવડ તાલુકમાં 55 હજાર 961 હેકટરમાં વાવેતર કાર્ય પૂર્ણ થયું છે.

(10:43 pm IST)