Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

મોરબી: ડમ્પર ચાલકે રોંગ સાઇડ લેતા સામેથી આવતા ડમ્પરને ઠોકરે લેતા એકનું મોત

કલીનર કિશોરભાઇને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત : આરોપી ડમ્પર ચાલક અકસ્માત સર્જીને નાસી ગયો

એક તરફ મોરબી પોલીસ ટ્રાફિક અંગે જાગૃતિ ફેલાવતા કેમ્પનું આયોજન કરી રહી છે અને બીજી તરફ અકસ્માતો અટકવાનું નામ નથી લઈ રહ્યા. જ્યાં તાજેતરમાં નવલખી રોડ ઉપર એક ડમ્પર ચાલકે રોંગ સાઇડ લેતા સામેથી આવતા અન્ય ડમ્પરને ઠોકરે લેતા એક યુવકનું મોત થયું છે. આ મુદ્દે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ થવા પામી છે.
જેમાં ફરિયાદી રણજીતભાઇ સુખાભાઇ મીયાત્રાએ જણાવ્યું હતું કે, તા.૦૧/૦૭/૨૦૨૨  રાત્રીના એકાદ વાગ્યાના અરસમા જેપુર ગામની સીમ મોરબી નવલખી રોડ ઉપર શાંતિનગર સોસાયટી થી ૨૫-૩૦ ફુટ મોરબી તરફ રોડ ઉપર તેઓ પોતાના  ડમ્પર  રજીસ્ટ્રેશન નંબર GJ-36-T-9797 પર કલીનર કિશોરભાઇ સોમાભાઇ ભંગેરીયા સાથે જઈ રહ્યા હતા. એ સમયે અચાનક આરોપી ડમ્પર રજીસ્ટર નંબર GJ-36-T-9505 ના ચાલકે પોતાના હવાલા વાળો ડમ્પર પુર ઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તેમ બેફીકરાયથી બેદરકારીથી રોંગ સાઇડમાં ચલાવી આવી રણજીતભાઇના ડમ્પરને ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો.
જેમાં રણજીતભાઇને સાથળ ના ભાગે મુંઢ ઇજા પહોંચી હતી. જયારે  કલીનર કિશોરભાઇને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત થયું હતું. જયારે આરોપી ડમ્પર ચાલક અકસ્માત સર્જીને નાસી ગયો હતો.  આ અંગે  મોંરબી તાલુકા પોલીસે IPC કલમ- ૨૭૯,૩૦૪(અ),૩૩૭ તથા MV ACT કલમ-૧૭૭,૧૮૪,૧૧૯,૧૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:31 pm IST)