Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

જૂનાગઢના પવિત્ર દામોદર કુંડમાં ઘોડાપૂર ઉમટ્યા : અનરાધાર મેઘમહેરથી કુંડમાં ધસમસતો પ્રવાહ

વંથલીના કોયલી ગામમાં એક જ કલાકમાં 4 ઈંચ જેટલું પાણી વરસ્યું

જૂનાગઢના પવિત્ર દામોદર કુંડમાં ઘોડાપૂર ઉમટ્યા હતા. અનરાધાર મેઘમહેરને લઇને કુંડમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. વંથલીના કોયલી ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કોયલી ગામમાં એક જ કલાકમાં 4 ઈંચ જેટલું પાણી વરસ્યું હતું. આથી હોકળાના પાણી ગામમાં ઘુસ્યા હતા અને વરસાદના નવા નીરથી તળાવ ભરાયું હતું.

(9:12 pm IST)