Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

જામનગર ગુજસીટોક કેસના મુખ્‍ય આરોપી જયેશ પટેલના પત્‍નિ દ્વારા ઇ.ડી-ઇન્‍કમટેક્ષ તપાસની માંગણી

રાજકોટ, તા.૨: જામનગરના ચકચારી કેસ ભૂમાફીયા જયેશ પટેલ અને તેના સાગ્રીતો સામે ગુજશીટોક હેઠળ કરેલી કાર્યવાહીમાં પોલીસ તપાશમાં ૧૪ સાહેદોએ જયેશ પટેલના નામે બેનામી વ્‍યવહાર કર્યાનું નિવેદન આપ્‍યા હોવાથી જયેશ પટેલના પત્‍નીએ આ અંગે ઇન્‍કમટેક્ષ અને ઇ.ડી. દ્વારા તપાશની માંગ કરી સમગ્ર આર્થિક વ્‍યવહાર પરથી પરદો ઉંચકાવવા માંગ કરી છે.
વધુ વિગત મુજબ જામનગર પોલીસે જયેશ પટેલ અને તેની ગેંગ સામે ગુજશીટોક કાયદાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી. જે ગુનાના કામે પોલીસ તપાશમાં રમેશભાઇ, સુરેશભાઇ મહેશ્વરી, અશ્વિનભાઇ નારણભાઇ વિરાણી, જય જયંતિ ફલીયા, કિશોરભાઇ કાસુન્‍દ્રા, શૈલેષભાઇ સંઘાણી, ભગવાનજી કણઝારીયા, નિલેષ વારોતરીયા, અનિલ વારોતરીયા, મહેશ વારોતરીયા, મનીષ પનારા, મગન હરસોડા અને મહેશભાઇ અમલીયા સહિતના સાહેદો દ્વારા બેનામી આર્થિક વ્‍યવહાર કર્યાનું નિવેદન આપ્‍યા હતા.
આ અંગે જયેશભાઇના પત્‍ની ધળતિબેન ઇન્‍કમટેક્ષ અને ઇ.ડી.ને જાણ કરી તમામ સાહેદોને નોટિસ આપી કરોડો કર ચોરી અને બેનામી આર્થિક વ્‍યવહારનો કૌભાંડ બહાર લાવવા માંગ કરી છે. આ કામમાં ધળતિબેન રાણપરીયા વતી રાજકોટના  એડવોકેટ ગિરીરાજસિંહ જાડેજા રોકાયા હતા.

 

(4:05 pm IST)