Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

પત્‍નિ સાથે બોલાચાલી થતા પતિએ ઝેરી દવા પી આયખું ટુકાવ્‍યું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨: લાલપુર તાલુકાના ઝાખર ગામે રહેતા રેવતુભા જોરૂભા જાડેજા એ મેઘપર પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧-૭-ર૦રરના આ કામે મરણજનાર વિજયસિંહ જોરૂભા જાડેજા, ઉ.વ.૩૬ વાળાને દારૂ પીવાની ટેવ હોય અને અવાર નવાર દારૂ પી ઘરે આવી તેની પત્‍ની વિજયાબા સાથે બોલાચાલી કરતા હોય તે ગઈકાલ રાત્રીના પણ દારૂ પી ઘરે આવતા તેની પત્‍ની વિજયાબા એ તેમને સમજાવતા બોલાચાલી થતા જેના મનદુઃખના કારણે મનમાં લાગી આવતા પોતના હાથે કોઈ ઝેરી જંતુનાશક દવા પી જતા ૧૦૮ ના ફરજ પરના ડોકટરે મરણ ગયેલાનું જાહેર કરેલ છે.
ગોકુલનગર માંથી મોટરસાયકલ ચોરાયું
અહીં શંકરટેકરી પાણીના ટાંકા નીચે ન્‍યુજેલ રોડ પર રહેતા હિરેન અશોકભાઈ ડેર એ સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, તા.ર-પ-ર૦રરના ફરીયાદી હિરેનભાઈએ પોતાનું મોટરસાયકલ કાળા કલરના પોલીસ પટ્ટાવાળુ જેની કિંમત રૂ.રપ,૦૦૦/- જેના રજી.નં. જી.જે.૧૦-ડી.-૭પ૩પ નું અયોઘ્‍યાનગર, ગોકુલનગર કિષ્‍ના સ્‍કુલ પાસે શેરી નં.૯માં તેના મામાના દિકરાના ઘરે પાર્ક કરેલ હતું કોઈ અજાણ્‍યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.
નવાગામ ઘેડમાં ઈંગ્‍લીશ દારૂની ૧૬ બોટલ સાથે શખ્‍સ ઝડપાયો
અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હિતેશભાઈ રાણાભાઈ સાગઠીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧-૭-ર૦રરના નવાગામઘેડ, ઈન્‍દીરા સોસાયટી શેરી નં.૯/બી આરોપી માનવ જીતેન્‍દ્રભાઈ મલસાતર એ પોતાના કબ્‍જાના રહેણાક મકાનમાં ગેકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧૬, કિંમત રૂ.૮,૦૦૦/નો મુદામાલ વેચાણ અર્થે રાખી ઝડપાઈ ગયેલ છે.
ગોકુલનગરમાં જુગાર રમતા સાત શખ્‍સો ઝડપાયા
અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ખીમશીભાઈ ગોવિંદભાઈ ડાંગર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧-૭-ર૦રરના ગોકુલનગર સાયોની શેરી સામેની ગલીમાં આરોપી ભુરેસિંહ જગદીશસિંહ કુશવાહ, અખલેશસિંહ સોવરસિંહ કુશવાહ, નીરજ ગીરેન્‍દ્ર કુશવાહ, સત્‍યપ્રકાશ રામઅવતાર, રાજેશ ઉદલસિંહ કુશવાહ, ઓમનારાયણ સેવરામ કુશવાહ એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૩૬,ર૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.
અશોક સમ્રાટનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા
અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. અમીતભાઈ નીતીનભાઈ નીમાવત એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧-૭-ર૦રરના અશોકસમ્રાટ નગરના ખુણા પાસે જાહેરમાં આરોપીઓ અજયભાઈ અજાબરાવ જાદવ, શનીભાઈ રાજેશભાઈ મકવાણા, સંજયભાઈ જગદીશભાઈ ડેર, શાહરુખ સલીમભાઈ આરબ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.રર૧૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
અલીયા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા
પંચ એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. દેવેન્‍દ્રસિંહ ગણપતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧-૭-ર૦રરના અલીયા ગામે જમાતખાનાની બાજુમાં આરોપી કાસમભાઈ મામદભાઈ લાખા, મનસુખભાઈ વ્રજલાલભાઈ નીમાવત, રજાકભાઈ મામદભાઈ શેખ, ભાસ્‍કરભાઈ કેશુભાઈ બુઘ્‍ધદેવ, ભીખુભાઈ દેશુરભાઈ બરબચીયા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૧૧૭૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
કેબલ વાયરની ચોરી કરતા બે શખ્‍સો સામે રાવ
લાલપુર તાલુકાના કાનાલુસ ગામે સીમ વિસ્‍તારમાં એલ.સી.-૧૦ મોડલ-૪, બ્‍લોક નં.૩૯, રૂમ નં.પ માં રહેતા સુરેશકુમાર દિલરામ ખન્‍ના એ મેઘપર(પડાણા) પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, તા.૧-૭-ર૦રરના ખાનગી કંપનીના ૧૦૦ એકર નવાગામ વિસ્‍તારમાં આરોપી કરણ કનુભાઈ ઉર્ફે ખનુભાઈ સોલંકી, અજય અશોકભાઈ રાઠોડ એ એકટીવા મોટરસાયકલ નં. જી.જે.-૦૩-કે.જે.-૧૦૯૭ ચલાવી આવી આજરોજ બપોરના ત્રણેક વાગ્‍યે આવી દિવાલ કુદી અંદર પ્રવેશ કરી ખુલ્લામાં પડેલ ઈન્‍સ્‍ટુમેન્‍ટેશન કોપર કેબલ વાયર આશરે મીટર -પ૦ કુલ રૂ.રપ,૦૦૦/- ની ચોરી કરી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.
કેરોસીન પી જતા બાળકીનું સારવાર દરમ્‍યાન મોત
જામનગર : ધ્રોલ ગામે ચામુંડા પ્‍લોટ માં રહેતા ભાવીનભાઈ હસમુખભાઈ રાઠોડ એ ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૯-૬-ર૦રરના આ કામે મરણજનાર નિશાબેન ભાવીનભાઈ રાઠોડ, ઉ.વ.૧ વર્ષ ૬ માસ પોતાના ઘરે ચુલો સળગાવા માટે કપમા કેરોસીન રાખેલ હોય જે રમતા રમતા અકસ્‍માતે પી જતા સારવાર દરમ્‍યાન મરણ ગયેલ છે.
કોઈ અગમ્‍ય કારણોસર યુવાને ઝેરી દવા પી આયખું ટુકવ્‍યું
અહીં વિશાલ હોટલ સામે, ચેમ્‍બર કોલોની, અમરનાથ મહાદેવના મંદિરની બાજુમાં રહેતા વિજયગીરી દયાગીરી ગોસ્‍વામી એ સીટીભબીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧-૭-ર૦રરના મરણજનાર શૈલેષગીરી દયાગીરી ગોસ્‍વામી, ઉ.વ.૪૦ એ પોત પોતાની જાતે સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશન પાસે રોડ પર પોતાના હાથે કોઈ પણ અગમ્‍ય કારણોસર પાકમાં છાંટવાની જંતુનાશક ઝેરી દવાની બોટલમાં ઝેરી દવા પી લેતા સારવારમાં જામનગરની જી.જી.હોસ્‍પિટલમાં લાવતા સારવાર દરમ્‍યાન ફરજ પરના ડોકટરે મરણ થયેલાનું જાહેર કરેલ છે.

 

(2:20 pm IST)