Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં હજુ ૨૦૦ વીજ પોલ ડેમેજ - પડી ગયા ખેતીવાડીના ૧૦૫ ફીડર બંધ : ગામડામાં લાઇટો પુનઃ શરૂ

રાજકોટ તા. ૨ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રમાં અનેક સ્‍થળે પડેલા ભારે વરસાદને કારણે વીજ તંત્રના ૨૦૦થી વધુ થાંભલાને ભારે નુકસાન થયું હતું. ગઈકાલે આવેલ ભારે વરસાદને કારણે સાંજ સુધી કુલ ૨૧૧ ફીડર બંધ હતા.  જેમાંથી આજે સવાર સુધીમાં ટેકનિકલ ટીમો દ્વારા ૧૦૬ ફીડર માં વીજ પુરવઠો કાર્યરત કરી આપવામાં આવેલ છે. જયારે બાકી રહેતા ૧૦૫ ફીડર શરૂ કરવાની કામગીરી ચાલી રહી છે.
ગઈકાલે કુલ ૫૪ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયેલ હતો. જે આજે સવાર સુધીમાં દરેક ગામોમાં વીજ પુરવઠો ફરી કાર્યરત કરી આપવામાં આવેલ છે.  કાલે સાંજ સુધી કુલ ૨૭૩ પોલ ડેમેજ હતા. આજ સવાર સુધી માં ૭૧ પોલ બદલી નાખવામાં આવેલ છે. બાકી રહેતા પોલની આસપાસ પાણી ભરાઈ જવાને કારણે જમીન પોચી પડી જવાને કારણે તેમને બદલવામાં વિલંબ થઈ રહ્યો છે. ટેકનિકલ ટીમો દ્વારા તેમને બદલવાની ઝડપી કામગીરી ચાલી રહી છે.
હાલ એગ્રીકલ્‍ચરના જ ૧૦૫ ફીડર બંધ છે, વીજ ટીમો સતત દોડી રહ્યાનું અધિકારીઓ ઉમેરી રહ્યા છે.

 

(2:05 pm IST)