Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

વિસાવદરમાં મેઘાનું મુકામ : અનરાધાર સવા બે ઈંચ : ગ્રામ્‍ય-ગીર વિસ્‍તારમાં પણ અવિરત વરસાદ : સાર્વત્રિક હર્ષ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨ : વિસાવદરમાં ગઇકાલે બપોરે ૧૨:૪૫થી શરૂ થયેલ વરસાદ આજે સવારના ૮ વાગ્‍યા સુધીમાં ૫૭ મીમી એટલે કે, સવા બે ઈંચ નોંધાયો છે.આ લખાઇ રહ્યુ છે ત્‍યારે સવારે ૯ કલાકે પણ સવારથી સતત ધીમીધારે વરસાદ ચાલુ છે. ગઇકાલે અષાઢી બીજનું શુકન સાચવવા બપોરથી મેઘરાજાએ મુકામ કર્યુ હતું. વિસાવદર ઉપરાંત તાલુકાનાં ગ્રામ્‍ય અને ગીર વિસ્‍તારમાં પણ વરસાદના વાવડ મળી રહ્યા છે.એકંદરે ૧૫ જૂનથી સત્તાવાર ચોમાસુ બેસતુ હોય અને સામાન્‍ય રીતે તો જૂનના પ્રારંભથી જ વરસાદનું આગમન થઇ જતુ હોય છે,પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાતા લોકોનાં જીવ ઉચ્‍ચક બન્‍યા હતા.ત્‍યારે વરૂણદેવે કળપા કરતા અને સાર્વત્રિક વરસાદના સમાચારો મળતા લોકોનાં ચહેરા પર ચમક આવી ગઇ છે.
વિસાવદરમાં ગઇકાલથી પ્રથમ અનરાધાર બાદમાં  સતત ઝાપટા અને હવે ધીમીધારે અવિરત વરસાદ વરસી રહ્યો હોય,સાર્વત્રિક પાણી.પાણી થઇ ગયેલ છે.

 

(1:52 pm IST)