Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

અમરેલી જીલ્લાના વાંકીયા રામદેવજી મંદિરે અષાઢી બીજની ધાર્મિક માહોલ વચ્‍ચે ધામધુમપુર્વક ઉજવણી

મંદિરના પૂજારી રાજુ ભગત, ટ્રસ્‍ટી નનુભાઇ પેથાણી, ડાયનેમીક ગૃપના પ્રમુખ હરેશ બાવીશી, ડો.જી.જે.ગજેરા સહીતના આગેવાનો ઉપસ્‍થિત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., રઃ  તાલુકાના વાંકિયા ગામે સો વર્ષ કરતા પણ વધારે સમયથી રામદેવજી મંદિરે અષાઢી-બીજની ધાર્મિક માહોલમાં પારંપારિક ઉજવણી કરવામાં આવે છે. ચાલુ સાલે રામદેવજી મંદિરના મેને.ટ્રસ્‍ટી નનુભાઈ પેથાણી, વિઠલભાઈકથિરીયા, મનસુખભાઈ પેથાણી તથા યુવા કારોબારી સભ્‍યશ્રીઓ ભરત કથિરીયા, વિપુલ પેથાણી, કનુભાઈ પેથાણી, ભરત બાવીશી, પ્રફુલ પેથાણી, સુધીર લુણાગરીયા, દેવશીભાઈ પેથાણી, મુળજીભાઈ પરમાર, વાલજીભાઈ કથિરીયા સહિતના સંચાલકોની ઉપસ્‍થિતીમાં મંદિરના પુજારી રાજુ ભગતે સવારની મંગળા આરતિ, ભોગ, સ્‍તંભરોપણ, પાટોત્‍સવ, ભજન-સંઘ્‍યા સહિતની વિધી કરાવીને સાંજની સંઘ્‍યા આરતી ઉતારી હતી.

આ પ્રસંગે ભરૂચથી શાંતીભાઈ કથિરીયા, સુરતથી અશ્વિનભાઈ કથિરીયા, નિલેષભાઈ કથિરીયા અમરેલીથી ડો. જી.જે.ગજેરા, જીવરાજભાઈ સાવલિયા, ડાયનેમિક ગૃપ-અમરેલીના પ્રમુખ હરેશભાઈ બાવીશી સહિતના આગેવાનો ઉજવણીમાં સામેલ થયા હતા, આ તકે વાંકિયાના વતની તથા અમરેલી ડાયનેમિક ગૃપના પ્રમુખ હરેશ બાવીશીએ જણાવ્‍યું હતુ કે અમારા વાંકિયા ગામમાં છેલ્લા સો કરતા પણ વધારે વર્ષોથી રામદેવજી મંદિરે મોટી-બીજની પારંપારીક ઉજવણી થાય છે તથા વાંકિયા ગામ અને આસ-પાસની ગત-ગંગા ભોજન-પ્રસાદનો લાભ લઈને પાટોત્‍સવના દર્શન કર્યા હતા, સમગ્ર મહોત્‍સવમાં નાગજીભાઈ પેથાણી, વિઠલભાઈ પેથાણી, સુરેશભાઈ કથિરીયા, વસંતભાઈ લાલજીભાઈ પેથાણી સહિતના સભ્‍યશ્રીઓએ આખરી ઓપ આપ્‍યો હતો.

(1:31 pm IST)