Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

જામનગરમા કોર્પોરેટર અસલમ ખીલજીની આગેવાનીમાં નગરસીમ વિસ્તારના લોકો કાલાવડ નાકા બહાર આવેલ વિવિધ સોસાયટીઓમાં વીજળીની અનિયમિતતા અને વોલ્ટેજ અપડાઉન થવાની ઘટનાઓને લઈને રોષભેર આવેદન : પોલીસ બંદોબસ્ત

જામનગર:::જામનગરના લાલ બંગલા પીજીવીસીએલ કચેરી ખાતે કોર્પોરેટર અસલમ ખીલજીની આગેવાનીમાં નગરસીમ વિસ્તારના લોકો કાલાવડ નાકા બહાર આવેલ વિવિધ સોસાયટીઓમાં વીજળીની અનિયમિતતા અને વોલ્ટેજ અપડાઉન થવાની ઘટનાઓને લઈને રોષભેર આવેદન પત્ર પાઠવવા પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં સ્થાનિકો પીજીવીસીએલ કચેરીએ દોડી આવતા તાત્કાલિક સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો પણ કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે વર્તુળ કચેરી ખાતે બંદોબસ્ત માટે દોડી ગયો હતો.(અ્હેવાલ ::મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

 

(1:07 pm IST)